Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ધંધુકાના ખરેડ ગામેથી જુગારધામ ઝડપાયું : 29 શખસોની ધરપકડ

- ધંધુકા, ભાવનગર, વલ્લભીપુર, બોટાદ પંથકના શખસો પાસેથી રોકડ, મોબાઇલ, કાર, બાઇક સહિતનો મુદ્દામાલ કબ્જે

ભાવનગર, તા. 7 સપ્ટેમ્બર, 2017, ગુરૂવાર

ધંધુકા તાલુકાના ખરડ ગામે મકાનમાં રેઇડ કરી પોલીસે જુગારધામ ઝડપી લઇ ભાવનગરના ૧ શખસ સહિત ૨૯ શખસોની ધરપકડ કરી લઇ રોકડ, ૨૮ મોબાઇલ, કાર, બાઇક સહિતનો મુદ્દામાલ કબ્જે લઇ તમામ શખસોને લોકઅપ હવાલે કરી દિધા હતા.

બનાવ સંદર્ભે જાણવા મળતી વિગતો અનુસાર ધંધુકા પોલીસને ખરડ ગામે રહેતા જસવંતસિંહ ઉર્ફે જસુભા બચુભા ચુડાસમા પોતાના ઉતરાના ડેલામાં આવેલ કબ્જા ભગોવટાના મકાનમાં બહારથી માણસો બોલાવી અંદર-બહારનો નસીબ આધારીત ગેરકાયદે જન્નાનો જુગાર રમાડતા હોવાની પૂર્વ બાતમી મળતા ધંધુકા પી.એસ.આઇ. સહિતના સ્ટાફે રાત્રીનાં અરસા દરમિયાન બાતમી રાહે રેઇડ કરી તપાસ કરતા જુગારધામ ચલાવતા જશવંતસિંહ ઉર્ફે જશુભા બચુભા ચુડાસમા (ઉ.વ.૪૦, રહે.ખરડ તા.ધંધુકા), પ્રતાપભાઇ જેશીંગભાઇ કોલાદરા (ઉ.વ.૨૮, રે.રોજકા, તા.ધંધુકા), કિશોરસિંહ રામદેવસિંહ ચુડાસમાં (ઉ.વ.૩૫, રે.ખરડ, તા.ધંધુકા), ઘનશ્યામ બહાદુરભાઇ વાઘેલા (ઉ.વ.૨૫, રે.ખરડ તા.ધંધુકા), પ્રદિપસિંહ રણજીતસિંહ ચુડાસમા (ઉ.વ.૩૨ રહે. ખરડ, તા.ધંધુકા), પૃથ્વીરાજસિંહ પ્રવિણસિંહ ચુડાસમા (ઉ.વ.૨૩, રહે.ખરડ તા.ધંધુકા),

શાન્તી સવજીભાઇ કણજરીયા (ઉ.વ.૪૫, બોટાદ ભાવનગર રોડ પરમેશ્વર માર્બલની પાછળ બોટાદ, મુળ રહે. બરવાળા સથવારા શેરી), જીતેન્દ્ર ઉર્ફે હિતો વલ્લભભાઇ ચાવડા (ઉ.વ.૩૨ રહે.રોહીશાળા-બોટાદ), ચંદુભાઇ મુળજીભાઇ કણજરીયા (ઉ.વ.૪૦, ધંધુકા રાણફુર રોડ),કમલેશભાઇ ઉર્ફે કટ્ટી અરવિંદભાઇ ડાભી (ઉ.વ.૩૨ ધંધુકા, રાણપુર રોડ), મહેબુબ ઉર્ફે નાનો હાજીભાઇ સોરઠીયા (ઉ.વ.૨૮, ભાવનગર આંખલોલ હુસેનીચોક), અકબર ઉર્ફે અક્રમ પીરભાઇ સુમરા (ઉ.વ.૨૯, ભાવનગર સર્કલ અજય ટોકીઝ પાસે), ઇમરાનભાઇ ઉર્ફ ધાવણીયા હબીબભાઇ બાવનકા (ઉ.વ.૨૮, ભાવનગર પેડક આઇટીઆઇ કોલેજ વિજયરાજનગરની સામે), ખલીલ બાબુભાઇ હબીબાણી (ઉ.વ.૨૯, ભાવનગર પેકડ આઇ.ટી.આઇ. કોલેજ વિજરાજનગરની સામે), રાજેન્દ્રસિંહ અજીતસિંહ ચુડાસમા (ઉ.વ.૩૬, રહે.ખરડ તા.ધંધુકા), ધનરાજસિંહ ભરતસિંહ ચુડાસમા (ઉ.વ.૨૧ રે.ખરડ, તા.ધંધુકા), જગદિશ જયંતીભાઇ સાંકળીયા (ઉ.વ.૩૨, ભાવનગર એસ.ટી. વર્કશોપની સામે મફતનગર ચિત્રા),

ઉપેન્દ્રસિંહ લાખુભા ડોડીયા (ઉ.વ.૨૭, ભાવનગર એસ.ટી. વર્કશોપની સામે પચ્ચીસ વારીયા, ચિત્રા), બાબુ પરષોતમભાઇ મકવાણા (ઉ.વ.૩૮, ભાવનગર લાલટાંકી શિવશક્તિ સોસાયટી), જશપાલ ઉર્ફે જયેશ પ્રભુભાઇ પટેલ (ઉ.વ.૨૮, ભાવનગર લાલટાંકી દેસાઇનગર પેટ્રોલ પંપની બાજુમાં ભાયાણી પાર્ક), મયુર ગોવિંદભાઇ ચાવડા (ઉ.વ.૨૭, ભાવનગર રૃમ નં.૩૮૪, કુભારવાડા ગુ.હા.બોર્ડ), રમણ ત્રીભુવનભાઇ જાદવ (ઉ.વ.૪૬, ભાવનગર ચિત્રા એસ.ટી. વર્કશોપ પચ્ચીસ વરીયા હાઉસીંગ બોર્ડ), માનસંગ ટપુભાઇ વાટુકીયા (ઉ.વ.૪૦, રહે.ભાવનગર હાદાનગર શિવશક્તિ-૧ મુળ રહે.ભોજપરા તા.લીમડી),

રમેશભાઇ બચુભાઇ મકવાણા (ઉ.વ.૩૫, રહે.મેવાસા તા.વલ્લભીપુર), પ્રતીક ઉર્ફે પપ્પુ હસમુખરાય દોષી (ઉ.વ.૩૨, ભાવનગર વિઠ્ઠલવાડી, ત્રણ માળીયા), ભરત કાળુભાઇ જાંબુચા (ઉ.વ.૩૮ રહે. ભાવનગર આંખલોલ જકાતનાકા સામે, આણંદજી પાર્ક સોસાયટી), ભરત લક્ષ્મણભાઇ દલસાણીયા (ઉ.વ.૪૨, રહે.કંથારીયા બહુચરાજી માતાજીના ચોકમાં તા.વલભીપુર), મનસુખ મુળજીભાઇ પીપળીયા (ઉ.વ.૪૫, રહે.કંથારીયા રામાપીરવાળી શેરી, પ્લોટમાં તા.વલભીપુર), મુસ્તાક ઉર્ફે પપ્પુ ઉર્ફે મુસ્તુફા ઉંમરભાઇ ઉર્ફ રસુલભાઇ બીલખા (ઉ.વ.૨૨ રહે.ભાવનગર આંખલોલ જકાતનાકા મફતનગર ઇન્દીરાનગર) મળી આવતા તમામની ધરપકડ કરી રોકડ, ૨૮ મોબાઇલ, ઇકો ગાડી, બાઇક જુગાર સાહિત્ય સહિતનો મુદ્દામાલ કબ્જે લઇ ધંધુકા પોલીસે તમામ સામે જુગારધારા તળે ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.

Post Comments