Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વરતેજના શામપરા ગામે છાત્રાલયના 35 બાળકોને ફુડપોઇઝનની અસર

- ભાવનગર સર ટી. હોસ્પિટલમાં સારવાર બાદ તબક્કાવાર બાળકોને રજા અપાઇ

ભાવનગર, તા. 7 સપ્ટેમ્બર, 2017, ગુરૂવાર

વરતેજ પંથકના શામપરા ગામે કન્યા છાત્રાલયમાં ગઇરાત્રે ભોજન લીધા બાદ 35 જેટલા બાળકોને ફુડ પોઇઝનીંગની અસર થતા તાકીદે ભાવનગર સર ટી. હોસ્પિટલ ખસેડાયેલ. જ્યાં સારવાર બાદ તબક્કાવાર બાળકોને રજા આપી હતી.

વરતેજ પાસેના શામપરા ગામે આવેલ છાત્રાલયમાં ગઇકાલે રાત્રીના છાત્રાલયમાં રહેતા બાળકોને ભોજન આપ્યા બાદ તમામને ફૂડ પોઇઝનીંગની અસર થઇ જતા તાકીદના ધોરણે 35 બાળકોને ભાવનગર સર ટી. હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયા હતા.

જ્યારે સ્ટાફ દ્વારા તાકીદે સારવાર કરી આજે સવારે 27 જેટલા બાળકોની તબીયત નોર્મલ થતા રજા અપાઇ હતી. જ્યારે અન્ય બાળકોની સારવાર શરૂ રાખી સાંજ સુધીમાં વધુ સાત બાળકોની તબીયત સુધરતા ડિસચાર્જ કર્યા હતા.

જોકે ફુડ પોઇઝનીંગથી નાના એવા ગામમાં દોડધામ મચી જવા પામી હતી. જોકે સમયે સારવાર મળતા વાલીઓએ રાહતનો દમ લીધો હતો.

Post Comments