Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

છાયા ગામે પ્રાથમીક શાળામાં સગીરા સાથે દુષ્કર્મ આચરાયું

- સગીરાને મોઢે ડૂચા દઈ શખસે છરી બતાવી કુકર્મ કર્યા સંદર્ભે ગુનો નોંધાયો

ભાવનગર, તા.12 જૂન, 2018, મંગળવાર

તળાજાના છાયા ગામે આવેલ પ્રાથમીક શાળામાં સગીરાને મોઢે ડૂચા દઈ શખસે છરીની અણીએ દુષ્કર્મ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જ્યારે શખસને તેના કુકર્મમાં તેના ભાઈએ મદદગારી કર્યા સંદર્ભે ગુનો નોંધાવા પામ્યો હતો.

બનાવની જાણવા મળતી વિગતો અનુસાર ઘોઘા પંથકમાં રહેતી ૧૫ વર્ષીય સગીરાએ ઘોઘા પો.સ્ટે.માં છાયા ગામના અરવીંદ અને તેના ભાઈ વિરૃધ્ધ ફરિયાદ નોંધાવી હતી કે ગત તા. ૧૦-૬નાં રોજ સવારે ૧૦.૩૦ના સુમારે તેણી તેના ઘરે એકલી હતી.

તે વેળાએ અરવીંદે આવી તેણીનું બાવડુ પકડી મોઢે ડૂચા દઈ છાયા ગામે આવેલ પ્રાથમિક શાળાના રૃમમાં લઈ જઈ છરી બતાવી તેણીની ઈચ્છા મરજી વિરૃધ્ધ દુષ્કર્મ કરી ધમકી આપી હતી.

જ્યારે તેના ભાઈએ મદદગારી કરી હતી બનાવના પગલે ઘોઘા પોલીસે ઈ.પી.કો. ૩૭૬, ૩૬૩, ૫૦૬(૨), ૧૧૪ તેમજ પોકસો એકટ તળે ગુનો દાળ કરી કાનુની તજવીજ હાથ ધરી હતી.

Post Comments