Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ભાવનગર: ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તૈયારીને આખરીઓપ

- સુરક્ષાને ધ્યાનમાં લઇને પોલીસે રૂટ પર છેલ્લી ફ્લેગ માર્ચ

- જિલ્લા પોલીસ વડા દ્વારા પોલીસતંત્રની બેઠક યોજાઇ

ભાવનગર, તા. 12 જુલાઇ 2018, ગુરુવાર

ભાવનગર શહેરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઇને આખરીઓપ આપી દેવામાં આવ્યો છે. આગામી તા. 14 ને શનિવાર અષાઢી બીજના દિવસે નગરના નગરના નાથ નગરચર્યા પર નિકળવાના છે ત્યારે તેની તૈયારીને આખરીઓપ આપી દેવામાં આવ્યો છે.

આ રથયાત્રાને લઇને જિલ્લા પોલીસવડા દ્વારા અક્ષરવાડી ખાતે પોલીસતંત્રની બેઠક યોજી પોલીસના અધિકારીઓ અને પોલીસ જવાનોને જરૂરી માર્ગદર્શન પુરું પાડ્યું હતું.

તેમજ સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત જળવાય રહે તે માટે પોલીસતંત્ર અને અન્ય સુરક્ષાદળો દ્વારા રથયાત્રાના રૂટ પર આખરી ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી અને સંવેદનશીલ અને અતિસંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષાને લઇને પોલીસતંત્ર સજ્જ થયું હતું. જ્યારે બીજી તરફ વ્હાલાને વધાવવા નગરજનોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

Post Comments