Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પાલીતાણા વાડી વિસ્તારમાં અપુરતો વીજ પુરવઠો અપાતા ખેડુતોનું હલ્લોબોલ

- છેલ્લા આઠ દિવસથી વીજ પુરવઠો પુરો નહીં અપાતા ખેડુતો રોષે ભરાયા

પાલીતાણા, તા. 12 ઓક્ટોબર 2017, ગુરૂવાર

પાલીતાણા વાડી વિસ્તારમાં વીજ પુરવઠો અનિયમિત મળતા ચોક્કસ સમયે ધાર્યુ કામ થઈ શકતું નથી. જ્યારે છેલ્લા આઠ દિવસથી અનિયમીત વીજ પુરવઠો અપાતા ખેડુતો તોબા પોકારી ગયા છે. જેના પગલે ખેડુતોએ વીજ કચેરી ખાતે હલ્લાબોલ કર્યું હતું.

પાલીતાણા ખાતે આવેલી પીજીવીસીએલ કચેરીનો ખેડુતો દ્વારા ઘેરાવ કરવામાં આવ્યો હતો. બુઢણા ગામના ખેડુતોને છેલ્લા આઠ દિવસથી અપુરતો વીજ પુરવઠો મળતો હોય જેને લીને ખેડુતોના ઉભા પાકના પાણી અને અન્ય બાબતોમાં પડતી તકલીફને લઈને રજુઆત બાદ પણ પુરવઠો નિયમીત ન કરતા ૫૦ થી વધુ ખેડુતો દ્વારા કચેરીનો ઘેરાવ કરી હલ્લાબોલ કર્યો હતો.

છેલ્લા ઘણા સમયથી પાલીતાણા સહિતના અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો અનિયમીતતા સર્જાય છે.ખેડુતોને સમયસર વિજ પુરવઠો નહિં મળતા પાક સુકાઈ રહ્યો છે. રાત્રિના સમયે અઠવાડિયાના રોટેશન મુજબ વીજળી આપવામાં આવે છે. અને આઠ કલાકના બદલે ત્રણથી ચાર કલાક વીજળીઆપવામાં આવે છે અને સમયનું પણ કોઈ ઠેકાણું હોતું નથી. 

ત્યારે ખેડુતો આજે રોષે ભરાઈને પીજીવીસીએલ કચેરીએ દોડી જઈ ચક્કાજામ કરી હલ્લાબોલ કરેલ. આ બનાવના  પગલે પોલીસ ત્યાંદોડી ગઈ હતી અને વધારે પરિસ્થિતી વણસે તે પહેલા સ્થિતી સંભાળી લીધેલ. આ બાબતને લઈને પીજીવીસીએલના ઈજનેર ત્યાં દોડી ગયા હતા અને વહેલી તકે નિયમિત પુરવઠો આપવાની ખાતરી આપેલ.

Post Comments