Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ધંધુકા પાલિકાના નવા વોર્ડ સીમાંકનને ચૂંટણી પંચની મંજૂરી

- ૭ વોર્ડની ૨૮ બેઠક માટેનું સીમાંકન નિશ્ચિત

ધંધુકા, તા. 14 નવેમ્બર, 2017, મંગળવાર

આગામી ફેબુ્રઆરી ૨૦૧૮માં યોજાનાર ધંધુકા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટેના નવા વોર્ડ સીમાંકનને રાજ્ય ચૂંટણી પંચ દ્વારા મંજુર રાખવામાં આવ્યું છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા તા.૧૯-૯-૧૭ના જાહેરનામાથી તા.૨૧-૯-૨૦૧૭થી દિન-૧૦ માટે ધંધુકા નગરપાલિકાના નવા વોર્ડ સીમાંકનની પ્રાથમિક પ્રસિદ્ધી માટે જાહેરનામું બહાર પાડીને ચૂંટણી પંચ અને ધંધુકા નગરપાલિકા દ્વારા શહેરના નાગરીકોને વાંધા સૂચન માટે સમય આપવામાં આવ્યો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર ભારતીય બંધારણનાના અનુચ્છેદ ૨૪૩ની જોગવાઇ મુજબ વસ્તી ગણતરીના આંકડા જાહેર થયા બાદ કોઇપણ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણી નવી વસ્તી ગણતરી મુજબના વોર્ડ સીમાંકન મુજબ જ કરી શકાય અને ગુજરાત નગરપાલિકા એક્ટમાં વર્ષ ૨૦૧૪માં ગુજરાત વિધાનસભાએ કરેલ સુધારા મુજબ એક વોર્ડમાં ૩ સભ્યોના બદલે ૪ સભ્યો ચૂંટવાના રહેશે. જેમા બે સભ્ય મહીલા હોવા ફરજીયાત છે. એટલે કે ૫૦ ટકા મહીલા અનામત દાખલ કરવામાં આવી છે.

સદરહુ જોગવાઇ સબબ ધંધુકા નગરપાલિકાના ચિફ ઓફીસર યોગેશ ગણાત્રા દ્વારા જણાવાયું હતું કે ધંધુકા નગરપાલિકાનું નવું સીમાંકન આગામી ફેબુ્રઆરી ૨૦૧૮માં યોજાનાર નગરપાલિકાની ચૂંટણી માટે કરવાનું થતુ હતું. રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગના તા.૧૯-૬ના જાહેરનામાંથી ધંધુકા નગરપાલિકાના ૭ વોર્ડ અને તેની ૨૮ બેઠકો નક્કી કરેલ છે.

આ બેઠકો માટે ધંધુકા નગરપાલિકા દ્વારા અમદાવાદ કલેક્ટર મારફત રાજ્ય ચૂંટણી પંચને દરખાસ્ત કરવામાં આવી હતી. જેના પગલે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા તા.૧૯-૯-૧૭ના જાહેરનામાથી તા.૨૧-૯-૧૭થી દિન ૧૦ માટે ધંધુકા નગરપાલિકાના નવા વોર્ડ સીમાંકનની પ્રાથમિક પ્રસિદ્ધિ માટે જાહેરનામું કરવામાં આવ્યું હતું.

આ જાહેરનામા અંગે કોઇ પણ નાગરીક દિન ૧૦માં વાંધા સૂચન રાજ્ય ચૂંટણી પંચ તેમજ ધંધુકા નગરપાલિકાને કરી શકે તે માટે શહેરના વોર્ડ વિસ્તાર અને સરકારી કચેરીઓમાં ચોડી તેની પહોળી પ્રસિદ્ધિ કરવામાં આવી હતી. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા નવા વોર્ડ સીમાંકનને મંજુરીની મહોર લગાવામાં આવી હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.

Post Comments