Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વિવેકાનંદજીને સૌરાષ્ટ્રના ભ્રમણ દરમિયાન શિકાગોની ધર્મપરિષદ વિશે જાણ થઈ હતી

- આજે સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિની ઉજવણી

- ભાવનગર, સિહોર થઈ વિવેકાનંદજી જૂનાગઢ ગયા હતા અને કચ્છમાં પખવાડિયું રોકાઈ ભૂજ થઈ પાલિતાણા આવ્યા હતા

ભાવનગર, તા.11 જાન્યુઆરી 2017, બુધવાર

આવતીકાલ તા. ૧૨ જાન્યુઆરીના રોજ સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિની ઉજવણી થનાર છે. ત્યારે તેઓના ભાવનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર ભ્રમણની યાદ તાજી થાય તે સ્વાભાવિક છે. સ્વામી વિવેકાનંદજીને સૌરાષ્ટ્રના ભ્રમણ દરમિયાન શિકાગોની ધર્મ પરિષદ વિશે જાણ થઈ હતી.

સ્વામી વિવેકાનંદજીએ ઈ.સ. ૧૮૮૮ના સમયખંડમાં ભારતભ્રમણનો પ્રારંભ કર્યો હતો. તેઓ ઈ.સ. ૧૮૯૦માં હિમાલયના પગપાળા પ્રવાસે હતા. ઈ.સ.૧૮૯૨ના અંત ભાગ સુધી ચાલેલા આ ભારત ભ્રમણ દરમિયાન તેઓએ દેશના વિભિન્ન પ્રાંતમાં નિવાસ કર્યો હતો અને અનેક લોકોના જીવનમાં પરિવર્તન લાવ્યા હતા. ભ્રમણ કરતા કરતા તેઓ ઈ.સ. ૧૮૯૧ના ઉનાળાના સમય દરમિયાન માઉન્ટ આબુ પહોંચ્યા હતા. ત્યાંથી ખેતડી થઈ તેઓનું ગુજરાતમાં આગમન થયું હતું.

અમદાવાદમાં નિવાસ બાદ અમદાવાદથી વઢવાણ થઈને વિવેકાનંદજી લીંબડી પહોંચ્યા હતા. લીંબડીથી ભાવનગર-સિહોર થઈને તેઓ જૂનાગઢ  ગયા હતા. આ પ્રવાસ દરમિયાન તેઓએ પ્રભાસપાટણ, પોરબંદર, દ્વારિકાની મુલાકાત લીધી હતી અને કચ્છમાં પંદર દિવસ ગાળ્યા હતા. ભૂજથી તેઓ પાલિતાણા આવ્યા હતા અને ત્યાં શેત્રુંજ્યના જૈન દેરાસર નિહાળ્યા હતા.

Post Comments