Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ભાવનગર યુનિવર્સિટીમાં ડિગ્રી મેળવવા માટે હજુ માત્ર ૮૦ વિદ્યાર્થીનું રજિસ્ટ્રેશન

- યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ ૨૦ ફેબુ્રઆરીએ

- યુનિવર્સિટીના ઓનલાઈન પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવવા ૨૦ જાન્યુઆરી સુધીની અવધિ

ભાવનગર, તા.11 જાન્યુઆરી 2017, બુધવાર

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ આગામી તા.૨૦ ફેબુ્રઆરીના રોજ યોજાનાર છે. જેમાં ડિગ્રી મેળવવા માટે હજુ ૮૦ જેટલા વિદ્યાર્થીઓ જ રજિસ્ટ્રેશન કરાવ્યું હોવાનું જાણવા મળ્યું હતું.

જાણવા મળ્યા પ્રમાણે યુનિવર્સિટીમાં બે દાયકા ઉપરાંતના સમય બાદ ગયા વર્ષે માર્ચ મહિનામાં રાજ્યના રાજ્યપાલ અને હોદ્દાની ઋએ યુુનિવર્સિટીના કુલાધિપતિ પ્રો. ઓ.પી. કોહલીની ઉપસ્થિતિમાં પદવીદાન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

હવે આ વર્ષે ૨૦મી ફેબુ્રઆરીએ પદવીદાન સમારોહનું આયોજન કરવામાં આવેલ છે. આ માટે યુનિવર્સિટીની વિવિધ વિદ્યાશાખાના વિભિન્ન અભ્યાસક્રમોમાં ઉત્તિર્ણ થયેલા વિદ્યાર્થીઓ યુનિવર્સિટીની વેબસાઈટ પર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી શકે તે માટે પોર્ટલ ગઈ તા.૫ જાન્યુઆરીથી શરૃ કરવામાં આવ્યું છે.

જે દરમિયાન અત્યાર સુધીમાં ૮૦ જેટલા વિદ્યાર્થીઓએ ડિગ્રી મેળવવા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યું છે. આ પોર્ટલમાં વિદ્યાર્થી પોતાની ડિગ્રી પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહીને મેળવવા માગે છે કે નહીં તેનો વિકલ્પ પણ દર્શાવવાનો હોય છે. આ પદવીદાન સમારોહમાં ૫૧ તેજસ્વી વિદ્યાર્થીઓને મેડલ પણ એનાયત કરવામાં આવશે.

જોવાની વાત એ છે કે, યુનિવર્સિટીમાં માર્ચ એપ્રિલની પરીક્ષાનું પરિણામ જાહેર થાય એ પછી આ ફ્રેશ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવા માટે ઓક્ટોબર નવેમ્બરમાં કોર્ટ સભા બોલાવવામાં આવે છે. હજુ થોડા સમય અગાઉ જ કોર્ટ સભા બોલાવીને અંદાજે ૮૦૦૦ જેટલા ફ્રેશ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. ત્યારે પદવીદાન સમારોહ આયોજિત કરી શકાયો હોત. યુનિવર્સિટીમાં આયોજનની દ્રષ્ટિએ શું સ્થિતિ પ્રવર્તે છે એનું આ પ્રમાણ છે. એવી ચર્ચા શૈક્ષણિક આલમમાં થઈ રહી છે.
 

Post Comments