Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ભાવનગર મનપાએ વર્લ્ડ બેંક અને સરકારનું ૮૧ કરોડનું બૂચ માર્યું !

- ૧૬ કરોડ ૧૭ લાખની લોન ઉપર ૬૫ કરોડ ૮૦ લાખનું વ્યાજ: બાર હાથનું ચીભડુ તેર હાથનું બી

ભાવનગર, તા.13 ફેબ્રુઆરી 2018, મંગળવાર

ભાવનગર મહાનગરપાલિકાનું બજેટ ભલે ૮૦૦ કરોડ કરતા વધારે હોય પરંતુ આ બજેટ ફુલ ગુલાબી ચિત્ર સિવાય વિશેષ કશુંય નથી. મહાનગરપાલિકાની માથે થોડુઘણુ નહિ પરંતુ ૮૧ કરોડ ૯૭ લાખ ૭૮ હજાર ૪૮૯નું દેવુ છે. જે ચુકવવા મનપા અશક્તિમાન છે.

ગામ આખા પાસે પઠાણી ઉઘરાણી કરતી ભાવનગર મહાનગરપાલિકાએ જુદી જુદી બેંક અને સરકાર પાસેથી ૧૬ કરોડ ૧૭ લાખ ૩૫ હજાર ૨૬૬ની લોન લીધી હતી. આ લોન વરસોથી બાકી બોલે છે. જ્યાં કર્મચારીઓના પગાર અન્ય હેડેથી રકમ લઇને કરવા પડે છે ત્યાં આટલું બધુ દેવું મનપા ક્યારે ચૂકવી શકે ? પરમ આશ્ચર્યની વાત એ છે કે તેના ઉપર જ  ૬૫ કરોડ ૮૦ લાખ ૪૩ હજાર ૨૨૩નું તોતીંગ વ્યાજ ચડી ગયુ છે.

આમ મુદલ કરતા વ્યાજ ચારગણુ ચડી ગયુ છે. લોન પેટે લીધેલી રકમ ૧૬ કરોડ ૧૭ લાખ ૩૫ હજાર છે. જ્યારે નિયમિત હપ્તા ન ભરવા બદલ ૬૫ કરોડ ૮૦ લાખ ૪૩ હજારનું તો વ્યાજ ચડી ગયુ છે. આમ બાર હાથનું ચીભડુ ને તેર હાથનું બી જેવો ઘાટ સર્જાયો છે. મનપાએ આ ૮૧ કરોડના દેવા પેટે ૧ કરોડ તથા વ્યાજ પેટે ૭૫ લાખની ફાળવણી કરી હોવાનું જાણવા મળ્યુ હતું. આ રીતે જો દર વર્ષે આટલી રકમ ચુકવાશે તો બીજા ૧૦૦ વરસેય મનપા દેવા મુક્ત બની શકશે નહિ.

મનપાએ જે તે વખતે આર્થિક ટેકાના ભાગરૃપે જુદી જુદી બેંકો પાસેથી લોન લીધી હતી. લોનની મુળ રકમ એટલે કે મુદલ કરતા ચાર ગણુ વ્યાજ ચડી ગયુ છતાં તે અંગે ક્યારેય ગંભીરતાથી વિચાર્યુ નથી. ભાગ્યે જ કોઇ એવી યોજના હશે કે જેની પાસેથી ભાવનગર મનપાએ લોન લીધી ન હોય ! આ લેણુ નગરપાલિકા વખતથી ચાલ્યું આવે છે. મોટા ભાગે વર્લ્ડ બેંકની લોન તથા સરકાર પાસેથી લીધેલી લોન સ્વરૃપનું દેવું છે. જે ભરપાઇ કરવું કડકી કોર્પોરેશન માટે અશક્ય બનતું જાય છે. જોકે આ લેણુ ચિંતાવાળુ નથી તથા લગભગ વર્લ્ડ બેંકે પણ ભાવનગર મનપાના નામે નાહી નાખ્યું હશે.

Post Comments