Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ભાવનગર ડિઝીટલ :મનપામાં ઘરવેરામાં અર્ધો અર્ધ વેરો ઓનલાઇન ભરાયો

- ઓનલાઇન વેરામાં ૩ ટકા ડિસ્કાઉન્ટ વધારે અર્ધો લાખ આસામીઓએ વેરો ચુકતે કર્યો

ભાવનગર, તા.16 એપ્રિલ 2018, સોમવાર

મહાનગરપાલિકાના ઘરવેરામાં આ વર્ષે ગત વર્ષ કરતા ઓનલાઇન વેરો ભરવામાં કરદાતાઓએ સૌથી વધુ રસ દાખવ્યો હતો. અત્યાર સુધીમાં ૪૮ ટકા જેટલા લોકોએ ઓનલાઇન વેરો ભર્યો હતો.

મહાનગરપાલિકાના ઘરવેરામાં જાહેર રજાના બે દિવસ દરમ્યાન મનપાની કેશબારી ખુલ્લી રાખવામાં આવી હતી. તે અંતર્ગત દોઢેક કરોડના વેરાની આવક નોંધાઇ હતી.

અત્યાર સુધીમાં ૨૧ કરોડ ૫૦ લાખ જેટલી કુલ આવક નોંધાઇ હતી અને અર્ધો લાખ કરતા વધુ આસામીઓએ ૧૦ ટકા રિબેટ યોજનાનો લાભ લીધો હતો. હજુ ૩૦મી એપ્રિલ સુધી આ યોજના ચાલુ રહેશે. ત્યારબાદ આગામી માસમાં રિબેટ ઘટીને પાંચ ટકા થઇ જશે. જ્યારે જૂન માસથી નવા અને જૂના બાકીદારોને ડિમાન્ડ નોટીસ ઇસ્યુ કરવામાં આવશે.

મનપામાં ઓનલાઇન વેરો ભરવામાં કરદાતાઓની સંખ્યા વધતી જાય છે. આ વર્ષે અત્યાર સુધીમાં ૪૮ ટકા જેટલા આસામીઓએ ઓનલાઇન વેરો ભર્યો હતો જે એક વિક્રમ છે. ઓનલાઇન ઉપરાંત જુદી જુદી બેંકમાં પણ વેરાઓ સ્વીકારવામાં આવે છે. જ્યારે મનપાની સેન્ટ્રલ કચેરી ઉપરાંત ઝોનલ કચેરીમાં પણ વેરો સ્વીકારવામાં આવે છે. જેથી દૂરના વિસ્તારોમાંથી લોકોને મુખ્ય કચેરી સુધી ધક્કા ન થાય. ૧૦ ટકા રિબેટ ઉપરાંત જો કોઇ કરદાતા ઓનલાઇન પેમેન્ટ કરે તો તેને ૩ ટકા વધારાનું ડિસ્કાઉન્ટ મળતું હોય તેથી ઓનલાઇન વેરો ભરવામાં કરદાતાઓની દિલચશ્પી વધી હતી.

Post Comments