Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ભાવનગર-બોટાદ જિલ્લાના બંને રેલ ગેજ કન્વર્ઝન પ્રોજેક્ટ માટે 'દિલ્હી હજુ દૂર છે'

- 'વિકાસની વાતો પણ હકીકતમાં વાતોનો જ વિકાસ'

- વર્ષોથી ટલ્લે ચઢેલા બોટાદ-અમદાવાદ અને ઢસા-જેતલસર પ્રોજેકટ : તોતીંગ પ્રોજેક્ટ એસ્ટીમેટ સામે સાવ નગણ

ભાવનગર, તા.11 જાન્યુઆરી 2017, બુધવાર

ભાવનગર - બોટાદ જિલ્લાના જ નહીં પણ સમગ્ર સૌરાષ્ટ્ર પ્રાંતની પ્રગતિ માટે આવશ્યક એવી બોટાદ-અમદાવાદ અને ઢસા-જેતલસર ગેજ રૃપાંતરણ રેલ પરિયોજના નજીકના ભવિષ્યમાં સાકાર થાય તેવી શક્યતા સાવ ધૂંધળી છે. કારણ કે, તોતીંગ પ્રોજેક્ટ એસ્ટીમેટની સામે નાણાંકીય ફાળવણી સાવ નગણ્ય છે.

વિકાસ વિકાસની વાતો કરીને લોકોને આંબા આંબલી બતાવવા એક વાત છે અને વાસ્તવમાં વિકાસ કરવો સાવ અલગ જ બાબત છે. ઈ.સ.૧૯૯૭ સુધી ચીન રેલવેની બાબતમાં ભારતથી પાછળ હતું. આજે ચીન પાસે ૧ લાખ ૨૧ હજાર કિલોમીટરનું વિશાળ રેલ નેટવર્ક છે.

એક દાયકામાં ચીને ૧૬ હજાર કિમી લાંબી હાઈસ્પીડ રેલવે બાંધી છે. એમાં પણ ગઈ ૩ જાન્યુઆરીએ ચીનના યીવુ બંદરથી લંડન સુધીની રેલવેને લીલી ઝંડી આપીને વિકાસનું ઉદાહરણ પેશ કર્યું છે. જ્યારે દોઢ દાયકાથી ભાવનગર બોટાદ જિલ્લાના વિકાસ માટે જરૃરી એવી હયાત બે મીટરગેજ રેલવે લાઈનને બ્રોજગેજમાં પરિવર્તીત કરવા અંગેના કુલ ૨૭૪ કિમીના પ્રોજેક્ટ ટલ્લે ચઢેલા છે.

છેલ્લા બે રેલવે બજેટમાં નાણાંકીય ફાળવણી થઈ છે એટલે કામ તો શરૃ થયું છે. પરંતુ પ્રોજેક્ટની કોસ્ટની સામે ધનરાશિની નગણ્ય ફાળવણી અને ગોકળ ગાયની ગતિ જોતા પ્રોજેક્ટ પૂર્ણ થતા વર્ષોના વહાણા વીતી જાય તો નવાઈ નહીં.

વર્ષ ૨૦૧૫-૧૬ના રેલવે બજેટમાં બોટાદ-અમદાવાદ ગેજ રૃપાંતરણ પ્રોજેક્ટ માટે રૃા. ૧૨૫ કરોડની ધનરાશિની ફાળવણી કરવામાં આવી હોવાનું જ્યારે ઢસા-જેતલસર માટે રૃા. ૮૦ કરોડની રકમ ફાળવાઈ હતી. જ્યારે વર્ષ ૨૦૧૬-૧૭ના બજેટમાં રૃા.૧૦૨ કરોડ બોટાદ-અમદાવાદ માટે અને રૃા. ૪૨ કરોડ ઢસા-જેતલસર માટે ફાળવવામાં આવ્યાનું જાહેર થયું હતું.

એક સમયે લો બજેટમાં સાકાર થઈ શકે તેવા આ બંને પ્રોજેક્ટની કોસ્ટ ખૂબ વધી ગઈ છે. ૧૭૦ કિમીના બોટાદ-અમદાવાદ ગેજ રૃપાંતરણ માટે રૃા. ૯૭૫ કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો હતો. દાવો તો એવો થઈ રહ્યો છે કે, હાલ કામ ગતિમાં છે અને બધુ સમુસૂતરું ચાલશે તો આગામી ઓક્ટોબર, ૨૦૧૭થી બ્લોક લેવામાં આવવાની ધારણા છે. બ્લોક લેવો ટ્રેન બંધ કરીને ટ્રેક બિછાવવાની કામગીરીનો પ્રારંભ થવો.

આનો અર્થ એ થાય કે, સ્ટેશન બિલ્ડીંગ્સ, સ્ટાફ ક્વાર્ટર્સ, બ્રીજ વગેરે કામ સંપન્ન થયું હોય તો જ આ બીજા તબક્કાનું કામ શરૃ થઈ શકે. જાણકારોના મત પ્રમાણે બ્લોક લીધા પછી કામ પૂર્ણ થતા દોઢથી બે વર્ષનો સમય લાગી જતો હોય છે. એટલે જો નિર્ધારિત સમયસીમા પ્રમાણે કામ થાયતો પણ આજની તારીખથી અઢી વર્ષ અગાઉ પ્રોજેક્ટ સાકાર થવાની શક્યતા નહિવત્ છે.

જોવાની વાત એ છે કે, આ રેલ પરિયોજનાના અંદાજિત ખર્ચના પ્રમાણમાં ફાળવાયેલી રકમનો હિસાબ માંડવામાં આવે તો આ સમય મર્યાદા જળવાવાની શક્યતા રહેતી નથી. વળી, જેટલો વિલંબ થાય એટલી કોસ્ટ વધતી જાય. એમાં પણ સરકારી ધોરણે 'હોતા હૈ ચલતા હૈ'ની નીતિ રીતિથી થતા કામ કેવા ગોકળ ગાય ગતિએ ચાલતા હોય છે એનાથી કોઈ અપરિચિત નથી.  

ઢસા-જેતલસરના ૧૦૪ કિમીની ગેજ પરિવર્તન રેલ પરિયોજના માટે પ્રથમ એમ કહેવામાં આવ્યું હતું કે, ૧૯ ફેબુ્રઆરી, ૨૦૧૬ના રોજ ટેન્ડર ખૂલ્યું હોવાનું બહાર આવ્યું હતું. પરંતુ ટેન્ડર ફાઈનલ થતા સુધીમાં તો છેક ૨૪ જૂલાઈ આવી ગઈ હતી.

ઢસા-લુણીધાર અને લુણીધાર-જેતલસર એમ બે પેકેજમાં કામ થવાનું છે. અંદાજે ૬૪૫ કરોડની કોસ્ટ આ પ્રોજેક્ટ માટે આકારવામાં આવી છે અને બધુ થતા સુધીમાં ત્રણેક વર્ષનો વખત લાગવાનું મનાઈ રહ્યું છે. આમ બંને પરિયોજના માટે પર્યાપ્ત ધનરાશિ ફાળવવામાં આવે તેમજ નિર્ધારિત રૃપરેખા પ્રમાણે કામ આગળ ધપે તો પણ ઈ.સ. ૨૦૨૦ પહેલા લોકોને લાભ મળે તેવી શક્યતા ક્ષિતિજ પર દ્રષ્ટિગોચર થતી નથી. આ સંજોગોમાં તો દિલ્હી હજુ ઘણુ દૂર છે.

Post Comments