Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

શહેરમાં બે મોબાઈલ શોપની તસ્કરીમાં આંતર રાજ્ય ગેંગની સંડોવણીની આશંકા

- વાઘાવાડી અને કાળાનાળાનાં શો-રૃમમાં એકજ થીયરીથી અને એકજ સમયગાળા દરમીયાન ચોરી થવા પામી

ભાવનગર, તા.11 જાન્યુઆરી 2017, બુધવાર

શહેરનાં વાઘાવાડી અને કાળાનાળા વિસ્તારમાં આવેલ બે મોબાઈલ શોપમાં થોડા સમયનાં અંતરે લાખ્ખો રૃપીયાની કીંમતનાં મોબાઈલની ચોરી થવા પામી હતી. જે બંન્ને ચોરીમા આંતરરાજ્ય ગેંગની સંડોવણી હોવાની આશંકા પોલીસ વ્યક્ત કરી રહી છે. જ્યારે, તપાસ દરમીયાન વાઘાવાડી અને કાળાનાળાનાં શો-રૃમમાં એકજ થીયરીથી અને એકજ સમયગાળા દરમીયાન ચોરી થવા પામી હોવાનું જાણવા મળ્યું હતું.

બનાવ સંદર્ભે જાણવા મળતી વિગતો અનુસાર હજુ બે દિવસ પૂર્વે શહેરનાં કાળાનાળા વિસ્તારમાં દાદા સાહેબ દેરાસરની સામેનાં ભાગે આવેલ સેમસંગ મોબાઈલ શોપનાં તાળા તોડી લાખ્ખો રૃપીયાની કિંમતનાં ૧૦૮ મોબાઈલની ચોરી થવા પામી હતી.

તે વેળાએ મોબાઈલ શોપનાં સીસી ટીવી કેમેરા બંધ હોવાને કારણે તસ્કરો કેદ થઈ શક્યા ન હતા. જ્યારે, થોડા સમય પૂર્વે વાઘાવાડી રોડ પર આવેલ મોબાઈલ શોપનાં પણ તાળા તોડી લાખ્ખોની કીંમતનાં મોબાઈલની તસ્કરી થવા પામી હતી. જેનો ભેદ હજી વણઉકેલાયો છે તે તસ્કરી પરોઢિયે ૫ થી ૫ઃ૪૫નાં સમયગાળા દરમિયાન થવા પામી હોવાનું તપાસમાં ખુલ્યું હતું.

કાળાનાળાનાં મોબાઈલ શોપમાં થયેલ તસ્કરીની તપાસ પોલીસે હાથ ધરતાં તેની બાજુમાં આવેલ દુકાનનાં કેમેરામાં પાંચથી છ શખસો શંકાસ્પદ હીલચાલ કરતા સ્પષ્ટપણે દેખાઈ આવ્યા હતા. વહેલી સવારે ૫ઃ૦૯ મીનીટથી ૫ઃ૪૫નાં સમયગાળા દરમીયાન શખસો કેમેરામાં કેદ થયા હતા.

જે રીતે વાઘાવાડીનાં શો-રૃમમાં ચોરી થઈ તેજ પ્રકારે સેમસંગ શો-રૃમમાં બોક્સમાંથી મોબાઈલ કાઢી લઈ બોક્સ ફેંકી ચોરી થવા પામી હોવાનું અને આ બંન્ને ચોરી પાછળ આંતરરાજ્ય ગેંગ સંકળાયેલ હોવાની પોલીસે આશંકા વ્યક્ત કરી હતી. ત્યારે આગામી દિવસોમાં તસ્કરીની તપાસ અન્ય રાજ્યમાં પણ હાથ ધરવામાં આવે તેવું  જાણવા મળી રહ્યું છે.

Post Comments