Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અખિલ બ્રહ્માંડ નાયક જગન્નાથજી નીકળશે ભાવેણાની નગરયાત્રાએ

- અષાઢ સુદ બીજે 'જય કનૈયાલાલકી'ના નાદ ગુંજશે

- વહીવટી તંત્ર અને સમિતિ દ્વારા તૈયારીઓ પૂર્ણતાના આરે, પ્રથમવાર ડ્રોન કેમેરાની રથયાત્રા પર રહેશે ચાં

ભાવનગર, તા.11 જુલાઈ 2018, બુધવાર

આગામી ૧૪મી જુલાઇ શનિવારના રોજ અષાઢ સુદ બીજના પવિત્ર દિવસે ભાવનગરમાં સ્વ.શ્રી ભીખુભાઇ ભટ્ટ પ્રેરિત અને શ્રી જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ ટ્રસ્ટ આયોજિત ૩૩મી જગન્નાથજી રથયાત્રાનું પ્રસ્થાન થશે. ભગવાન શ્રી જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને મોટાભાઇ બલરામજીની આ નગરયાત્રાને સુપેરે સંપન્ન કરવા તંત્ર અને સમિતિ દ્વારા તૈયારીઓ પૂર્ણ થવાના આરે છે ત્યારે વ્હાલાના વધામણા કરવા સમગ્ર ભાવનગર કેસરીયા રંગે રંગાઇ ગયુ છે.

શાસ્ત્રોક્ત વિધિ બાદ થશે પ્રસ્થાન
૧૪મી જુલાઇના શનિવારે અષાઢી બીજના રોજ બ્રહ્મ મુહૂર્તમાં સવારે ૪ કલાકે મંગળા આરતી અને શાસ્ત્રોક્ત વિધિથી ભગવાનની પૂજા કરવામાં આવશે. સંતો-મહંતોની ઉપસ્થિતિમાં આ પૂજાવિધિ બાદ સવારે ૭ કલાકે સ્વાગત પ્રવચન બાદ ૮ કલાકે છેડાપોરા અને પહિન્દ વિધિ બાદ રથયાત્રાનું પ્રસ્થાન થશે.

શહેરમાં અદમ્ય ઉત્સાહ
૩૩મી રથયાત્રાને વધાવવા સમગ્ર શહેરમાં અદમ્ય ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકો આતુરતાપૂર્વક પોતાના આસ્થાનું કેન્દ્ર એવા શ્રી ભગવાન જગન્નાથજીના દર્શનની રાહ જોઇ રહ્યાં છે. સમગ્ર રૃટ પર ધજા, પતાકા, સ્વાગત કમાનો લાગી ગઇ છે. ઠેર-ઠેર પ્રસાદ, ચણા, શરબત, છાશ, પાણી, સ્ટોલની વ્યવસ્થા કરવાનું આયોજન શહેરના વિવિધ મંડળો દ્વારા કરવામાં આવી ચૂક્યું છે.

હોર્ડિંગ્ઝે જમાવ્યુ આકર્ષણ
પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ રથયાત્રા સમિતિ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ધાર્મિક તેમજ રાષ્ટ્રભક્તિસભર સંદેશો આપતાં હોર્ડિંગ્ઝ લગાડવામાં આવ્યા છે. શહેરના ઘોઘાગેઇટ ખાતે સૌપ્રથમ પરંપરાગત રીતે ભગવાન શ્રી કૃષ્ણનું ૩૩ ફૂટ ઉંચુ હોર્ડિંગ્ઝ લગાડવામાં આવે છે. જાણે કે ભગવાન શ્રી કૃષ્ણ અહીંથી ભાવેણાનું વિહંગાવલોકન કરી રહ્યા હોય તેવું દ્રશ્ય ખડું થાય છે. ઘોઘાગેઇટ પર જ બીઝનેસ સેન્ટર પર હનુમાનજીનું વિરાટ કટઆઉટ લગાડવામાં આવ્યું છે.

તેની સાથે સાથે જશોનાથ ચોક, ટી.સી. ટાવર, કાળાનાળા, શિવરામ રાજ્યગુરૃ ચોક, ખારગેઇટ, આર.ટી.ઓ. ઓફિસ સામે, નિલમબાગ, પાવર હાઉસ પાસે, ચાવડીગેઇટ, સરિતા અનેક સ્થળોએ હોર્ડિંગ્ઝ લગાડવામાં આવેલ છે. આ હોર્ડિંગ્ઝ પર લગાડવામાં આવેલી રંગબેરંગી લાઇટો આ હોર્ડિંગ્ઝોની શોભામાં ઔર વધારો થયો છે. મોડી રાત્રી સુધી રૃટ પરની રોશની જોવા સપરિવાર નગરજનો જોવા મળી રહ્યાં છે.

ભગવાનશ્રી જગન્નાથજીની રથયાત્રા અંગે વિસ્તૃત માહિતી આપવા બુધવારે રથયાત્રા સમિતિ દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં રથયાત્રા સમિતિના અધ્યક્ષ હરૃભાઇ ગોંડલિયાએ ૧૯૮૬થી લઇને ૨૦૧૮ સુધીની રથયાત્રાની સફર, રથયાત્રા અંગેની તૈયારીઓ અંગે જાણકારી આપી હતી. આ પત્રકાર પરિષદમાં સમિતિના સભ્યો તેમજ વી.એચ.પી.ના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.

Post Comments