Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

બરવાળા પંથકમાં કારે બાઇકને ટક્કર મારતા અકસ્માત : દંપતિ ખંડિત

- દીકરીના ઘરે મકરસંક્રાંતિનો ખીચડો દેવા દંપતિ જઇ રહ્યું હતું : પતિનું મૃત્યુ, પત્ની સારવાર હેઠળ

બરવાળા, તા. 13 જાન્યુઆરી, 2018, શનિવાર

બરવાળાથી દસ કિ.મી. દુર ભીમનાથ ગામ પાસે હાઇવે રોડ પર મારૃતિ ઇકો કારનાં ચાલકે આગળ જઇ રહેલા બાઇક સવારને ટક્કર મારતા એકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. આ બનાવની વિગત એવી છે કે બરવાળા તાલુકાનાં વૈયા ગામનાં રહેવાસી ભાવુભાઇ પોપટભાઇ ડાબસરા તથા તેમના પત્ની શારદાબેન ભાવુભાઇ ડાબસરા આજરોજ સવારે ૯ કલાકની આસપાસે પોતાની ધંધુકા મુકામે રહેતી દિકરીનાં ઘરે મકરસંક્રાંતનો ખીચડો દેવા પોતાનાં હિરો હોન્ડા મોટરસાયકલ નં.જી.જે. ૧૪ એક્સ ૯૨૫૮ પર જઇ રહ્યા હતા.

તે સમયે ભીમનાથ ગામે હાઇવે પર શીવરંજની હોટલ પાસે પાછળથી આવી મારૃતીવાન ઇકો વાન નં.જી.જે. ૬ કે.ડી. ૧૭૪૬એ ટક્કર મારતા આશરે ૬૦ થી ૭૦ ફુટ રોડ પર ઢસડાઇ ગયેલ અને મારૃતિ કાર તથા હિરોહોન્ડા મોટર સાયકલ બંને ખાળીયામાં ઉતરી ગયેલ અને આ અકસ્માતમાં શારદાબેન પોપટભાઇ ડાબસરાનું ઘટના સ્થળે મોત નિપજ્યુ ંહતું. જ્યારે તેમનાં પતિ ભાવુભાઇ પોપટભાઇ ડાબસરાને ગંભીર ઇજા થતા તેઓને તાત્કાલીક આરએમએસ હોસ્પિટલમાં સારવાર આપી વધુ સારવાર અર્થે ભાવનગર મુકામે ખસેડેલ હોવાનું જાણવા મળેલ છે.

મારૃતિ ઇકો કારમાં રહેલા લોકો સવારે સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે દર્શન કરી વડોદરા પરત ફરી રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયેલ હતો. આ બનાવની જાણ થતા બરવાળા પી.આઇ. રાણા સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચી મારૃતી કાર નં.જી.જે.૬ કે.ડી. ૧૭૪૬નાં ચાલક વિરૃદ્ધ ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરેલ છે.

Post Comments