Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ગુરૃકુળ પાસે મોટર સાયકલને વાહને ટક્કર મારતા યુવાનનું મોત

- ધંધુકા અમદાવાદ ધોરી માર્ગ પર

- ચુડાના વનાળા ગામનો યુવાન કરીયાણાની ખરીદી કરવા જતો હતો ત્યારે કાળ ભરખી ગયો : ભારે અરેરાટી

ધંધુકા, તા. 13 જાન્યુઆરી, 2018, શનિવાર

ધંધુકા અમદાવાદ ધોરી માર્ગ ઉપર ગુરૃકુળ પાસે તાલુકાના વનાળા ગામના એક મોટર સાયકલ ચાલકને કોઇ અજાણ્યો વાહન ચાલક ટક્કર મારી અકસ્માત કરી જતો રહ્યો હતો. જેમાં મોટરસાયકલ, ચાલકને ગંભીર ઇજાઓ થતા તેનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. ધંધુકા પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર ધંધુકા અમદાવાદ ધોરી માર્ગ ઉપર ગુરૃકુળ પાસે એક અજાણ્યો વાહન ચાલક ટુ વીલ મોટર સાયકલ ચાલકને અકસ્માત કરી ઉડાડી દઇ ભાગી છુટયો હતો. જે અકસ્માત સબબ મહીપતભાઇ ભાવુભાઇ જાદવ (કોળી પટેલ) (ઉ.વ.૩૬) રહેવાસી મુકામ વનાળા તાલુકો ચુડા (જી.સુરેન્દ્રનગર)એ ધંધુકા પોલીસ સ્ટેશનમાં એવા મતલબની ફરીયાદ કરી હતી કે તેમના મોટાભાઇ મનસુખભાઇ સાંજે વનાળા ગામેથી કરીયાણાની દુકાનનો સામાન લેવા મોટર સાયકલ નં.જી.જે. ૧ એફ.બી. ૨૯૦૩ લઇ ચલાવીને ધંધુકા જતા હતા. તેવા સમયે ધંધુકા અમદાવાદ ધોરી માર્ગ ઉપર લીંમડી ત્રણ રસ્તા પાસેના ગુરૃકુળ પાસે કોઇ અજાણ્યો વાહન ચાલક ટક્કર મારીને જતા રહ્યો હતો અને અમારા ભાઇ મનસુખભાઇને ગંભીર ઇજાઓ પહોચાડી હતી અને તેમનું મૃત્યુ નિપજ્યું હતું.
સાંજે ૭ વાગ્યાના સુમારે બનેલ અકસ્માતની ધંધુકા પોલીસને અને ૧૦૮ને જાણ થતા પોલીસ અને ૧૦૮ ઘટના સ્થળે દોડી ગયા હતા અને ઘટના સ્થળે મોત નિપજેલ. મનસુખભાઇની ડેડ બોડી ધંધુકા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડી પોષ્ટમોટમ કરવાની કાર્યવાહી કરી હતી. ધંધુકા પોલીસે ફરીયાદના પગલે અજાણ્યા વાહન ચાલક વિરૃદ્ધ આઇપીસી કલમ ૨૭૯, ૩૦૪ (અ) તથા એમવી એક્ટ ૧૭૭, ૧૯૪, ૧૩૪(બી) મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ પી.એસ.આઇ. આર.બી. રાણા દ્વારા હાથ ધરવામાં આવી છે.

Post Comments