Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સુખભાદર ડેમમાં 3 ઇંચ, ખાંભડા અને ઉતાવળી ડેમમાં 1 ઇંચ વરસાદ

- ગોમા, કાનિયાડ અને જસપરામાં ઝરમર પાંચ મીમી વર્ષા

ભાવનગર, તા.11 જુલાઈ 2018, બુધવાર

ગોહિલવાડના ડેમ વિસ્તારોમાં છેલ્લા ૨૪ કલાકમાં મેઘરાજા મહેરબાન થઇને વરસ્યા હતા. સુખભાદર ડેમમાં ૩ ઇંચ, ખાંભડા અને ઉતાવળી ડેમમાં ૧ ઇંચ વરસાદ નોંધાયો છે.

જિલ્લાના અન્ય ૩ ડેમ ગોમા, કાનિયાડ અને જસપરામાં ઝરમર પાંચ મી.મી. વરસાદ વરસ્યો છે. તે સિવાયના સાત ડેમ વિસ્તારમાં વરસાદ નોંધાયો નથી. આજે બુધવારે ભાવનગર શહેર જિલ્લામાં નોંધનીય વરસાદ વરસ્યો છે પરંતુ તેમ છતાં ડેમ વિસ્તારોમાં સર્વત્ર વરસાદ નોંધાયો નથી અને ઘણા ડેમોમાં હજુ તળીયા દેખાઇ રહ્યાં છે. ડેમ વિસ્તારમાં શ્રીકાર વર્ષા વરસે તેવી ખેડૂતો પ્રાર્થના કરી રહ્યાં છે.

જિલ્લાના કયાં ડેમની કેટલી સપાટી

ડેમ

હાલની સપાટી

ઓવરફ્લો

શેત્રુંજી

૧૩

૩૪

ખારો

૧૦.૮૨

૨૧.૭૮

માલણ

૧૭.૬૪

૩૪

લાખણકા

૨૧

૩૦

રોજકી

૧૫

૩૨.૫૦


(હાલની સપાટી અને ઓવરફ્લો સપાટી ફુટમાં દર્શાવેલ છે)

જિલ્લાના સાત ડેમ હજુ તળિયા ઝાટક
ભાવનગર જિલ્લાના રજાવળ, રંઘોળા, હમીરપરા, હણોલ, પીંગળી, બગડ અને જસપરા (માંડવા) ડેમ હજુ તળિયાઝાટક છે. જો આ ડેમ વિસ્તારમાં પૂરતો વરસાદ નહીં વરસે તો અનેક ગામોમાં પાણીની વિકટ સમસ્યા સર્જાઇ શકે છે.

Post Comments