Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ધો.૧૧ની વિદ્યાર્થિનીનો ઘરમાં ફાંસો ખાઈ આપઘાત

-પેરન્ટ્સ મિટીંગમાં પિતા પોતાના નબળા પરિણામ જાણી નારાજ થશે તેવી ભીંતીથી કિશોરીએ આપઘાત કર્યો

(પ્રતિનિધિદ્વારા)    વડોદરા,તા.16 ફેબ્રુઆરી 2017, ગુરૂવાર

શહેરના લક્ષ્મીપુરા રોડ પરની સોસાયટીમાં રહેતા ધો.૧૧(સાયન્સ)ની વિદ્યાર્થિનીએ પરીક્ષામાં એક વિષયમાં મળેલા ઓછા માર્કસના પગલે વ્યથિત બનીને ગત રાતે પોતાના બેડરૃમમાં ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો.

લક્ષ્મીપુરા પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ લક્ષ્મીપુરા રોડ પર આવેલી નારાયણગાર્ડન સોસાયટીમાં બે પુત્રી સહિતના પરિવાર સાથે રહેતાં રાજેશભાઈ મહેન્દ્રભાઈ પારેખ ખાનગી કંપનીમાં ફરજ બજાવે છે. તેમની એક પુત્રી ૧૬ વર્ષીય દેવર્ષી તેેમના વિસ્તારની શાળામાં ધો.૧૧ (સાયન્સ)માં અભ્યાસ કરતી હતી.

તાજેતરમાં શાળામાં લેવાયેલી પરીક્ષામાં તેના બાયોલોજીમાં ઓછા માર્ક્સ આવ્યા હતા. ભારે મહેનત કરવા છતાં ધાર્યા મુજબ માર્કસ નહી આવતા દેવર્ષી ભારે વ્યથિત હતી. આ દરમિયાન આજે શાળામાં પેરન્ટ્સ મીટીંગ હોઈ દેવર્ષીને તેના બાયોલોજીના નબળા પરિણામની જાણ થતાં પિતા નારાજ થશે તેમ લાગ્યું હતું અને ટેન્શનમાં આવી હતી.

ગત રાતે આશરે બાર વાગ્યા બાદ તે તેના બેડરૃમમાં સુવા માટે ગયા બાદ તેણે બેડરૃમમાં સિલીંગ ફેનના હુકમાં ઓંઢણી વડે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. આજે સવારે સાડા છ વાગે તેને ઉઠાડવા માટે ગયેલા પરિવારજનોને દેવર્ષીએ ફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાની ચોંકાવનારી જાણ થઈ હતી.

આ બનાવની લક્ષ્મીપુરા પોલીસ મથકમાં જાણ કરાતા પોલીસે તપાસ શરૃ કરી હતી. પોલીસને દેવર્ષીએ લખેલી અંતિમચિઠ્ઠી મળી હતી જેમાં તેણે પોતાના નબળા પરિણામના કારણે આપઘાતનો ઉલ્લેખ કરી તેના આપઘાતમાં અન્ય કોઈ જવાબદાર નથી તેમ લખ્યું હોવાનું પોલીસે જણાવ્યું હતું.











 

Post Comments