Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વડોદરામાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં સેક્સી પતંગ ચગી

-સ્ટોલ પણ સેક્સી પતંગ પ્રદર્શિત કરાતા વિવાદ

(પ્રતિનિધિદ્વારા) વડોદરા,તા.11 જાન્યુઆરી 2017, બુધવાર

વડોદરા શહેરમાં યોજાયેલા આંતરરાષ્ટ્રિય પતંગ મહોત્સવમાં કોઇ વિદેશી પતંગબાજોએ 'સેક્સી' ફોટોગ્રાફ લગાવી પતંગ સ્ટોલ પર પ્રદર્શિત કરી હતી તેમજ બે ત્રણ પતંગ પણ ઉડાડતા ચર્ચાનો મુદ્દો બન્યો છે.

ગુજરાતમાં વાયબ્રન્ટ ગુજરાતના આયોજનના ભાગરૃપે છેલ્લા કેટલાક સમયથી પ્રવાસન વિભાગ, કોર્પોરેશન અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સંયુક્ત ઉપક્રમે વડોદરાના નવલખી મેદાન ખાતે આંતર રાષ્ટ્રિય પતંગ મહોત્સવ યોજવામાં આવે છે.
આ વર્ષે મંગળવારે યોજાયેલા આંતરરાષ્ટ્રિય પતંગ મહોત્સવમાં વિશ્વના ૯ દેશના મળી ૮૮ થી વધુ પતંગબાજો ભાગ લીધો હતો. જેમાં ઇસ્ટોનિયા, ફ્રાન્સ, જર્મની, ઇન્ડો નેશિયા, ઇઝરાયેલ, તૂર્કિ, અને સ્વીત્ઝર્લેન્ડનો સમાવેશ થાય છે. આ પતંગોત્સવના ઉદઘાટન પ્રસંગે મેયર, સાંસ્દ સહીત ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

પતંગ મહોત્સવમાં વિદેશથી આવેલા પતંગબાજો પૈકી એક બે પતંગબાજોએ પતંગ પર વિદેશની મોડલના સેક્સી નગ્ન ફોટોગ્રાફ્સ લગાવ્યા હતા. અને તે પૈકીની અમુક પતંગ સ્ટોલ પર લટકાવવામાં આવી હતી.
વિદેશના એક પતંગ બાજે આવી આ પ્રકારની સેક્સી રેખાચિત્ર વાલી પતંગ પણ ઉડાડી હતી.
વડોદરાના મેયરે પણ આ અંગે કોઇ બાબતમાં ધ્યાનમાં આવી નથી તેમ કહ્યું હતું. પ્રવાસન વિભાગના સિનિયર ટુરિસ્ટ ઓફીસર કે.એલ. એન્થનીને પુછતાં તેમણે કહ્યું હતું કે, અમારે ધ્યાનમાં આવી પતંગની બાબતની જાણકારી નથી કે પછી કોઇ ફરિયાદ મળી નથી.

 

Post Comments