Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

તળાવમાંથી મળેલી ૫૦૦ અને ૧૦૦૦ની નોટો અસલી હતી

-તળાવ કિનારેથી મળેલી રૃા.૫૦૦ અને ૧૦૦૦ની ચલણી નોટોના ટુકડાનું એફએસએલમાં પરીક્ષણ ઃ નોટો કોણ નાખી ગયુ

(પ્રતિનિધિદ્વારા)     વડોદરા,તા.11 જાન્યુઆરી 2017, બુધવાર

શહેરના દંતેશ્વર તળાવમાંથી ૫૦૦ અને ૧૦૦૦ની જુની ચલણી નોટો ફેંકાઈ હોવાના બનાવની મકરપુરા પોલીસે તપાસ કરી હતી. પોલીસે ઘટનાસ્થળેથી મળેલા ચલણી નોટો અને તેના ટુકડાનું પરિક્ષણ કરાવતા તે અસલ હોવાની વિગતો મળી હતી.
દંતેશ્વર તળાવમાં કોઈ અજાણી વ્યકિત નોટબંધીના કારણે રૃા.૫૦૦  અને ૧૦૦૦ની જુની ચલણી નોટો તળાવમાં ફેંકી ગયું હોવાની તળાવ કિનારે રમતાં બાળકો મારફત સ્થાનિક રહિશોને જાણ થઈ હતી. ચલણી નોટો લેવા માટે ટોળેટોળાં તળાવ ખાતે દોડી ગયા હતા. બપોર સુધી ટોળાંએ  તળાવ કિનારે તેમજ પાણી અને કીચડમાં ફસાયેલા આખી તેમજ અર્ધબળેલી હાલતમાં ફેંકાયેલી ચલણી નોટો અને તેના ટુકડા શોધી કાઢયા હતા અને ચુપચાપ ત્યાંથી રવાના થયા હતા.

બીજીતરફ આ બનાવના પગલે હોબાળો થતાં મકરપુરા પોલીસને જાણ થઈ હતી અને પોલીસે પણ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે તપાસ કરી ત્યાંથીઅર્ધબળેલી ચલણી નોટો અને તેના ટુકડા કબજે કર્યા હતા. પોલીસે આ ચલણી નોટોના ટુકડા એફએસએલમાં તપાસ માટે મોકલ્યા હતા જેમાં ચલણીનોટ અને તેના તમામ ટુકડા અસલી જુની ચલણી નોટો હોવાની વિગતો મળી હતી.

આ બનાવ અંગે મકરપુરા પીઆઈ મહિડાએ જણાવ્યું હતું કે પોલીસને તમામ નોટો સગેવગે કરાયા બાદ બનાવની જાણ થઈ હતી જેના પગલે કંઈ વ્યકિત કેટલી નોટ લઈ ગયું છે તેની હાલમાં માહિતી નથી. જોકે આ નોટો કોણ અને ક્યારે નાખી ગયું છે તેની તપાસ શરૃ કરવામાં આવી છે. આ બનાવ સંદર્ભે આજે ચાર વ્યકિતઓના નિવેદનો પણ લેવાયા છે જયારે ખાનગી રાહે પણ પુછપરછ શરૃ કરાઈ છે.

 

Post Comments