Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

નાણાં ઉઘરાવીને ભરૃચની એક ફાઇનાન્સ કંપનીએ ફૂલેકું ફેરવ્યું

-મહિલા સંગઠનનાં સભ્યો પાસેથી વ્યક્તિદીઠ રૃા.૧૭૫૦ ઉઘરાવી વિદાય

ભરૃચ,તા.11 જાન્યુઆરી 2017, બુધવાર

ભરૃચનાં ઝાડેશ્વર રોડ પર એક ફાઇનાન્સ કંપનીના સંચાલકે મહિલા સંગઠનનો સભ્યો પાસેથી લોન આપવાના બહાને સભ્ય દીઠ રૃા.૧૭૫૦ ઉઘરાવ્યા હતા. બાદ કંપનીને તાળા મારી ફુલેકુ ફેરવ્યાનું જાણવા મળે છે.

અમદાવાદના એક શખ્સે ભરૃચનાં ઝાડેશ્વર રોડ પર ફાઇનાન્સ કંપનીની ઓફિસ ખોલી હતી. તેણે ભરૃચમાં ચાલતા મહિલા સંગઠનોનો સંપર્ક કરી તેમને ઓછા વ્યાજે લોન આપવા માટેની લાલચો આપી હતી. પાંચ દિવસ પહેલા તેણે મહિલા ગૃપ ચલાવતી મહિલાનો સંપર્ક કર્યો હતો. તેમની પાસેથી તેમના ગૃપની મહિલાઓને પોતાની ફાયનાન્સ કંપનીમાં સભ્ય બનાવવા માટે ફોર્મ ભરી તેમની પાસેથી ૧૭૫૦ રૃપિયા વ્યક્તિદીઠ ઉઘરાવ્યા હતા. આમ મહિલાના ગૃપમાંથી ૩૦ જેટલી મહિલાઓના ૪૫ થી ૫૦ હજાર રૃપિયા ઉઘરાવ્યા હતા. આ શખ્સે સમગ્ર ભરૃચમાં અલગ અલગ વિસ્તારમાં ચાલતા મહિલા ગૃપોનો સંપર્ક કરી પોતાની સાથે જોડયા હોવાનો દાવો કર્યો હતો અને તેમને તા.૧૧ જાન્યુઆરીના રોજ બપોરે ૨ વાગ્યે લોનના ચેક લેવા માટે પોતાની ઓફિસ ખાતે બોલાવ્યા હતા. જેના પગલે મહિલા તેમના ગૃપની ૨૫ થી ૩૦ મહિલાઓને લઇ ઓફિસે પહોંચ્યા હતા. જોકે આ શખ્સે આપેલા સરનામા પર પહોંચતાં ત્યાં ઓફિસને તાળાં આવતા તેઓ વધારે અકળાયા હતા. મહિલાઓને પોતે ઠગાઇનો ભોગ બની હોવાનું લાગતાં તેમનામાં રોષ ઉભો થયો હતો. મહિલાઓએ ઓફિસ પાસે જ વિરોધ નોંધાવી ઠગ શખ્સ સામે પોલીસ કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું હતું.


 

Post Comments