Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વડોદરા જિ.પં.ની ૮ સમિતિઓની રચનાના મુદ્દે કોંગ્રેસમાં ભડકો

-પ્રમુખપદ માટે ભોગ આપનાર મહિલાની બાદબાકી,ત્રણ સભ્યોનો વોકઆઉટઃકારોબારી માટે ખેંચતાણ

(પ્રતિનિધિદ્વારા) વડોદરા,તા.11 જુલાઇ 2018,બુધવાર

વડોદરા જિલ્લા પંચાયતની સમિતિઓની રચના માટે પ્રદેશ મોવડીઓએ કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યોને પ્રાથમિક યાદી તૈયાર કરવાની સૂચના આપતાં આજે મળેલી મીટિંગમાં ઉગ્ર શાબ્દિક ટપાટપી થયા બાદ ત્રણ સભ્યો મીટિંગ છોડી જતા રહેતા આ મુદ્દે ઉગ્રતા સર્જાઇ છે.

વડોદરા જિલ્લા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ થયા બાદ હવે જિલ્લા પંચાયતના વહીવટ માટે જુદી જુદી ૮ સમિતિઓની રચનાના મુદ્દે કોંગ્રેસમાં ભારે ખેંચતાણ શરૃ થઇ છે.


પ્રદેશના મોવડીઓએ ચૂંટાયેલા સભ્યોને પ્રાથમિક યાદી તૈયાર કરવાની સૂચના આપતાં જિલ્લા પંચાયતના પ્રમુખની આગેવાની હેઠળ મળેલી મીટિંગમાં સમિતિઓની તૈયાર કરાયેલી યાદી મુકાતાં કારોબારી સમિતિ પર પ્રભુત્વ  માટે ભારે ખેંચતાણ થઇ હતી અને ઉગ્રતા સર્જાયા બાદ પ્રમુખ પદનો દાવો જતો કરનાર નીલાબેન ઉપાધ્યાય સહિતના ત્રણ સભ્યો મીટિંગ છોડી ગયા હોવાની  વિગતો પ્રાપ્ત થઇ છે.
આખરે,નો-રિપિટ થિયરીને આધારે યાદી તૈયાર કરાઇ છે.

Post Comments