Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ભારતમાં નોબેલ વિજેતા વૈજ્ઞાનિકો ભણાવવા તૈયાર નહીં થાયઃવેંકી

-માળખાકીય સુવિધાઓના અભાવે

-વાઈ ફાઈ જેવી પાયાની સુવિધા નહી મળતા હું પોતે યુનિ.માં રોકાઈ શક્યો નથીઃભારતમાં વધતી વસ્તીની સામે સર

વડોદરા,તા.11 જાન્યુઆરી 2017, બુધવાર

ભારતમાં નોબેલ પ્રાઈઝ વિજેતા વૈજ્ઞાાનિકોને ભણાવવા માટે બોલાવવા મુશ્કેલ છે તેવો અભિપ્રાય નોબેલ પ્રાઈઝ વિજેતા વૈજ્ઞાાનિક ડો.વેંકટરામન રામક્રિષ્નનને વ્યક્ત કર્યો હતો.

એમ.એસ.યુનિવર્સિટીની મુલાકાતે આવેલા ડો.વેંકટરામને પત્રકારો સાથેની વાતચીતમાં ઉપરોક્ત મંતવ્ય વ્યક્ત કરતા કહ્યું હતુ કે ચીન નોબેલ પ્રાઈઝ વિજેતા વૈજ્ઞાાનિકોને પોતાની યુનિવર્સિટીઓમાં ભણાવવા માટે બોલાવી શકે છે.કારણકે ચીન પાસે શૈક્ષણિક સંસ્થોની અંદર અને બહાર પશ્ચિમના દેશો જેવી માળખાકીય સુવિધાઓ છે.જ્યારે ભારત ચીનની સરખામણીમાં ઘણુ પાછળ છે.યોગ્ય સુવિધાઓ વગર નોબેલ પ્રાઈઝ વિજેતા વૈજ્ઞાાનિકો ભારતમાં લાંબો સમય રહીને ભણાવવા માટે તૈયાર નહી થાય.હું મારી જ વાત કરૃ તો મારે યુનિવર્સિટી કેમ્પસમાં રહેવુ હતુ પણ ગેસ્ટ હાઉસમાં વાઈ ફાઈ જેવી પાયાની સુવિધા નહી હોવાથી મારે હોટલમાં રોકાણ કરવાનો વારો આવ્યો.આ પ્રકારની સુવિધા તો આજે કોઈ પણ પ્રોફેસરને જોઈતી હોય છે.

વેંકીએ એ વાત પર પણ ખેદ વ્યક્ત કર્યો હતો કે ભારતમાં ખાનગીકરણના કારણે શિક્ષણ મોંઘુ થઈ રહ્યુ છે અને માત્ર ૧૦ ટકા પૈસાદાર વિદ્યાર્થીઓ જ શ્રેષ્ઠ સુવિધાઓનો લાભ લઈ શકે છે.તેમનુ કહેવુ હતુ કે સરકારે વધતી જતી વસ્તીની સાથે શિક્ષણ પાછળ જોઈએ તેટલુ રોકાણ કર્યુ નથી.તેમણે આશાવાદ વ્યક્ત કર્યો હતો કે ભારતમાં રીવર્સ બ્રેઈન ડ્રેઈન(અમેરિકા ગયેલા ભારતીય વિદ્યાર્થીઓ દેશમાં પરત ફરે)શક્ય છે.૫૦ વર્ષ પહેલાની સરખામણીએ આજે અમેરિકા ભણીને ભારત પાછા આવનારા વિદ્યાર્થીઓની સંખ્યા વધી છે.

વેંકીએ એક પ્રશ્નના જવાબમાં એમ પણ કહ્યુ હતુ કે વિકાસની સાથે સાથે ભારતે વિજ્ઞાાનના ક્ષેત્રમાં વધારે રોકાણ કરવુ પડશે.જેનાથી રીસર્ચ માટેની સુવિધાઓ વધશે.જેની અસર રીસર્ચ આઉટપુટ પર પડશે.જોકે આવી સ્થિતિ રાતોરાત સર્જાવી શક્ય નથી.તેના માટે વર્ષો સુધી કામ કરવુ પડશે. નોટબંધી અંગે વેંકીને સવાલ પૂછાયો હતો.વેકીએ કહ્યું હતુ કે હું અર્થશાસ્ત્રી નથી પણ એટલુ ચોક્કસ કહી શકું કે જે દેશમાં કેશલેસ વ્યવહાર વધારે થતા હોય છે ત્યાં ભ્રષ્ટાચાર ઓછો થતો હોય  છે.



 

Post Comments