Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

એસ.ટી.સ્ટેન્ડ ખસેડયા પણ ટ્રાફિક સમસ્યા જૈસે થે

-ન્યાયમંદિર પાછળ વર્ષો પૂર્વે

-રસ્તાની વચ્ચે એસઆરપી ચોકી, ધૂળ ખાતા અનેક વાહનોનું દબાણ







(પ્રતિનિધિદ્વારા) વડોદરા,તા.11 જાન્યુઆરી 2017, બુધવાર

ન્યાય મંદિર કોર્ટ પાછળ ૨૫ વર્ષ પૂર્વે સીટી એસ.ટી. ડેપો હતો જ્યાં પણ જુગારનો અડ્ડો જાહેરમાં ધમધમતો હતો એટલું જ નહીં ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાતા રહેતા હતા. જેને ધ્યાનમાં રાખી કોર્પોરેશનના સત્તાધિશોએ એસ.ટી. ડેપો હટાવી દઇ રાજમહેલ રોડ પર સ્થળાંતર કરવામાં આવ્યું હતું. પરંતુ આજે પણ ટ્રાફિક સમસ્યા અને એસ.આર.પી. ચોકી રસ્તાની વચ્ચે જ ઊભી કરી દેતા જૈસેથે સ્થિતી બની ગઇ છે.

વડોદરા શહેરમાં કેટલીક પલીસ ચોકીઓ પણ કોર્પોરેશનની કોઇ પણ જાતની મંજૂરી વિના ગેરકાયદે બંધાયેલી છે તો શહેરનાં સંવેદનશીલ વિસ્તારોમાં રસ્તા પર અનેક જગ્યાએ ઠેર ઠેર એસ.આર.પી.નાં ટેન્ટ બાંધી દેવામાં આવ્યા છે.
શહેરની મધ્યમાં ન્યાયમંદિર કોર્ટની પાછળનાં ભાગમાં પણ એજ રીતે રસ્તાની વચ્ચોવચ ટ્રાફિકને નડતર રૃપ એવી એસ.આર.પી.ની ચોકી ઉભી કરી દેવાયા આવી છે. ન્યાયમંદિર કોર્ટની પાછળના ભાગમાં અગાઉ એસ.ટી. ડેપો કાર્યરત હતો. તેને કારણે અને કોર્ટને લીધે ટ્રાફિક સમસ્યા વિકટ બની હતી. જેને ધ્યાનમાં રાખી કોર્પોરેશન દ્વારા આ એસ.ટી.ડેપો હટાવી દેવા નિગમને સૂચના આપી હતી. આખરે કોર્પોરેશનદ્વારા આ એસ.ટી. ડેપો હટાવી દઇ રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો.
છેલ્લા ૨૫ વર્ષમાં વાહનોની સંખ્યામાં ઉતરોતર વધારો થતા ન્યાયમંદિર કોર્ટ અને લાલકોર્ટની ચોતરફ વકીલો અને જજ માટે ખાસ પાર્કિંગનવી વ્યવસ્થા કરવામાં આવી જેથી રસ્તાનો અડધો ભાગ પાર્કિગમાં રોકાઇ ગયો છે.

ન્યાયમંદિર કોર્ટની પાછળના ભાગમાં મુખ્ય રસ્તાની વચ્ચે જ એસ.આર.પી.ની ચોકી ઉભી કરી દેવામાં આવી છે અને તંબુના સ્થાન પ્રિકાસ્ટ સ્ટ્રકચર લગાવી આજુબાજુની ખુલ્લી જગ્યા પણ દબાવી દેવામાં આવી છે. સાથે સાથે આ જૂના એસટી સ્ટેન્ડવાળી ખુલ્લી જગ્યામાં પણ ખખડધજ ધૂળખાતા વાહનો પડી રહ્યા છે અને ખાનગી ટ્રાવેલ્સના વાહનો પણ પાર્કિગ થાય છે. આ સમગ્ર સ્થિતિને કારણે ન્યાયમંદિર પાછળના એસટી ડેપોને હટાવી દીધા બાદ પણ જૈસે થે સ્થિતિ રહી છે.
 

Post Comments