Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ભૂતપગલા ગેંગરેપની પીડિતાઓએ સાત આરોપીને ઓળખી બતાવ્યા

-ફરાર બે આરોપી ધાનપુર ચોકડીથી ઝડપાતા તમામ ૧૩ આરોપી પોલીસ કસ્ટડીમાં

દેવગઢબારિયા,તા.20 માર્ચ 2017, સોમવાર

ભૂતપગલા ગેંગરેપની પીડિતાઓએ આરોપીઓની ઓળખપરેડમાં તમામને ઓળખી બતાવ્યા છે. દેવગઢબારિયા એકઝીક્યુટિવ મેજીસ્ટ્રેટ સમક્ષ થયેલી ઓળખ પરેડમાં પીડિતા સાથે પાડિતાઓ સાથે તેના પિતા પણ હાજર રહ્યા હતા.

ભૂતપગલા ગેંગરેપની ઘટનામાં જાહેર થયેલા તેર આરોપી પૈકી પ્રથમ દિવસે પાંચ, બીજા દિવસે બે, ત્રીજા દિવસે ચાર અને છેલ્લે બે આરોપીની પોલીસે ધરપકડ કરી છે. આ બે આરોપી ફરાર હોઇ પોલીસે તેમને ધાનપુર ચોકડીએથી ઝડપ્યા છે.

પ્રથમ ઝડપાયેલા સાત આરોપી પૈકી કુમનભાઇ ફતેસિંહ બારિયા, ગણપત ફતેસિંગ બારીઆ, નરવત મગન બારીઆ, સુરેશ કલ્યાણ બારીઆ, ગોપસીંગ ભેમા બારીઆ, અભેસિંગ દેસીંગ બારીઆ, સુભાષ ખેમાભાઇ બારીઆની આજે દેવગઢબારીઆ મામલતદાર સમક્ષ ઓળખપરેડ થઇ હતી. બનાવની બન્ને પીડિતાઓએ આ સાતેય આરોપીને ઓળખી બતાવ્યા હતા. ત્યારબાદ ફરીયાદી પિતાએ પણ આ સાતેય આરોપીઓને ઓળખી બતાવ્યા હતા.

આ ઘટનામાં બે આરોપીઓમાં દિનેશ ફતેસિંહ બારીઆ અને સોનાભાઇ કાળુભાઇ ફરાર હતા. તેઓને આજે તા.૨૦ માર્ચે પોલીસે બાતમીના આધારે દેવગઢબારીઆની ધાનપુર ચોકડી પાસેથી ઝડપી લીધા હતા. ગેંગરેપના ગુનાના તમામ ૧૩ આરોપી પકડાઇ ગયા છે.

Post Comments