Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અમેરિકામાં રહેતા જોડિયા પુત્રોના વિરહમાં માતાનો આપઘાત

-એકલવાયું જીવન ગાળતી માતા ડિપ્રેશનમાં હતી

(પ્રતિનિધિદ્વારા)    વડોદરા,તા.16 ફેબ્રુઆરી 2017, ગુરૂવાર

શહેરના ગોત્રી રોડ પર રહેતી મહિલાએ પોતાના બંને જોડિયો પુત્રો સમયાંતરે વિદેશ સ્થાઈ જતા બંને પુત્રોના વિરહમાં ગત બપોરે પોતાના ઘરે એસિડ પીને આપઘાત કર્યો હતો.

ગોત્રી પોલીસ મથકના સુત્રોના જણાવ્યા મુજબ ગોત્રી રોડ પર આવેલી કર્મજ્યોત સોસાયટીમાં રહેતાં કિશોરભાઈ પાટીલ અમદાવાદ ખાતે વીન્ડ વર્લ્ડ ઈન્ડિયા લી.કંપનીમાં ટેકનીશ્યન તરીકે ફરજ બજાવે છે અને રોજ નોકરી પર ઘરેથી અપડાઉન કરે છે. તેમના બે જોડિયા પુત્રોએ ઈજનેરીનો અભ્યાસ કર્યો હોઈ એક પુત્ર ત્રણ વર્ષ અગાઉ અમેરિકામાં નોકરી માટે ગયા બાદ આશરે સવા વર્ષ અગાઉ બીજો પુત્ર પણ અમેરિકામાં જ નોકરી મળતાં ત્યાં રવાના થયો છે અને બંને પુત્રો હાલમાં અમેરિકામાં સ્થાઈ થયા છે.

દરમિયાન કિશોરભાઈ રોજ સવારે નોકરીએ જઈ મોડી સાંજ બાદ ઘરે આવતા હોઈ તેમજ તેઓના બંને પુત્રો પણ વિદેશમાં હોઈ તેમની પત્ની ૪૭ વર્ષીય સંધ્યાબહેન ઘરમાં દિવસભર એકલાવાયુ જીવન ગાળતા હતાં. પોતાના બંને જોડિયા પુત્રો વિદેશમાં જતાં રહેતા પુત્રોની કમી તેમને સતત સાલતી હતી અને પુત્રોના વિરહમાં તે છેલ્લા બે માસથી સતત ડિપ્રેશનમાં રહેતા હતા. ગઈ કાલે સવારે કિશોરભાઈ નોકરી પર અમદાવાદ રવાના થતા જ ઘરમાં એકલા પડેલા સંધ્યાબહેન ડિપ્રેશનના કારણે વ્યથિત બની ઘરમાં પડેલું એસિડ પીધું હતું.
એસીડ પીધા બાદ તેમની તબિયત લથડી હતી અને તે ઘરમાં બેભાન થયા હતા.આ બનાવની જાણ થતાં તેમને તુરેંત પાડોશીઓની મદદથી ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા જયાં સારવાર દરમિયાન આજે બપોરે તેમનું મોત નીપજ્યું હતું.

આ બનાવની ગોત્રી પોલીસ મથકમાં જાણ કરાતાં પોલીસે તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પરિવારજનોના જણાવ્યા મુજબ આ બનાવની અમેરિકા ખાતે રહેતા બંને પુત્રોને જાણ કરાતાં તે પૈકીનો એક પુત્ર અત્રે આવવા માટે રવાના થયો હોઈ સંધ્યાબહેનના મૃતદેહને પોસ્ટમોર્ટમ બાદ એક દિવસ માટે કોલ્ડરૃમમાં રાખવામાં આવ્યો છે.




 

Post Comments