Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ભરૃચ, પંચમહાલ અને છોટાઉદેપુર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ

-મોરવા હડફ ડેમમાંથી ૬૫૦ ક્યુસેક પાણી છોડાયું પાનમ ડેમમાં ૯૫૦ ક્યુસેક પાણીની આવક

વડોદરા,તા.11 જુલાઇ 2018,બુધવાર

મધ્ય ગુજરાતના ભરૃચ, પંચમહાલ, છોટાઉદેપુર સહિતનાં વિસ્તારોમાં પાંચ દિવસનાં વિરામ પછી વરસાદનું પુનરાગમન થયું છે. ઠેરઠેર ધીમા ધારના વરસાદથી માંડી ધોધમાર વરસાદી ઝાપટાં પડયા છે.

ભરૃચ જિલ્લાના છ તાલુકામાં ૩ થી ૨૯ મીમી વર્ષા નોંધાઇ છે. આમોદમાં-૩, અંક્લેશ્વરમાં-૮ ભરૃચમાં ૨૯, હાંસોટ- ૫, જંબુસરમાં ૧૯ અને ઝઘડિયામાં બે મીમી વર્ષા નોંધાઇ છે. ભરૃચમાં કુલ વરસાદ ૪૨૬ મીમી નોંધાયો છે.


છોટાઉદેપુર જિલ્લામાં ૬ તાલુકામાં કુલ ૭૧૨ મીમી વરસાદ નોંધાયો છે. તેમાં છોટાઉદેપુર ૧૫૬ મીમી, પાવીજેતપુર ૧૫૧મી, સંખેડા ૧૮૫ મીમી, નસવાડી ૬૨ મીમી, બોડેલી ૧૦૬ મીમી અને કવાંટમાં ૧૧૨ મીમી વરસાદ નોંધાયો છે.


ઝઘડીયા પંથકમાં બે કલાકની દે માર વર્ષામાં વિવિધ નાળામાં દસેક ફીટ પાણી ભરાતા વાહન વ્યવહાર ઠપ થઈ ગયો હતો. દુઃવાઘપુરા, ખરચી, બોરિદ્રા, કપલસાડી, રાણીપુરા, લીમોદરા, કરાર, અવિધા, માધોપુર, સારસાના નાળા ભરાઈ ગયા.


પંચમહાલ જિલ્લામાં મંગળવારની રાતે પડેલા ધોધમાર વરસાદથી પાનમ ડેમમાં ૯૫૦ ક્યુસેક પાણી ઉમેરાતા હાલ ૧૨૧.૯૨ મીટરની જળસપાટી છે, ભયજનક સપાટી ૧૨૭.૪૧ મીટર છે. મોરવા(હ) ડેમમાં ૩૦૦ ક્યુસેક પાણી ઉમેરાતા જળસપાટી ૧૬૪.૨૦ મીટર છે, ભયનજક સપાટી ૧૬૭ મીટર છે. જેમાં રૃટ લેવલ જાળવી રાખવા ૬૫૦ ક્યુસેક પાણી હેઠવાસમાં છોડાયું હતું.


ગોધરામાં ૩૭મી, કાલોલ ૧૪ મીમી, હાલોલ ૨૨ મીમી, જાંબુઘોડા ૨૦ મીમી, ઘોઘંબા ૧૫ મીમી, શહેરા ૩૫ મીમી, અને મોરવા(હ) ૩૯ મીમી વરસાદ નોંધાયો છે.

Post Comments