Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

યુનિ.માં વેરિફિકેશન માટે આવેલી ૫૩માંથી ૫૧ બોગસ ડિગ્રી અને માર્કશિટ બહારગામની

-સિરિયલ નંબર મેચ નહી થતા હોવાથી તરત ભાંડો ફૂટી જાય છે

-મોટાભાગની માર્કશીટ અને ડિગ્રીનો ઉપયોગ નોકરી મેળવવા અને વીઝા મેળવવા માટે થયો હોવાનુ અનુમાન

વડોદરા,તા.૧૩ જુન 2018, બુધવાર

એમ.એસ.યુનિવર્સિટીમાં છેલ્લા બે વર્ષમાં પકડાયેલી ૫૩ બોગસ ડિગ્રી અને માર્કશીટ પૈકીની ૫૧ માર્કશીટ અને ડિગ્રી અન્ય શહેરોમાંથી વેરિફિકેશન માટે યુનિવર્સિટીમાં આવી હોવાની વિગતો બહાર આવી છે.


પરીક્ષા વિભાગના સૂત્રોનુ કહેવુ હતુ કે ૨૦૧૬ થી લઈને અત્યાર સુધી જેટલી પણ બોગસ ડિગ્રી અને માર્કશીટ પકડાઈ છે તેમાંથી મોટાભાગની માર્કશીટ કંપનીઓમાં નોકરી મેળવવા માટે ઉમેદવારોએ રજૂ કરી હતી અથવા તો વિદેશ જવા માગંતા વિદ્યાર્થીઓએ વિઝા મેળવવા માટે મુકી હતી.


આ માર્કશીટ અને ડિગ્રી મુંબઈ, બેંગ્લોર ઉપરાંત ગૂડગાંવ અને દિલ્હી જેવા શહેરોમાંથી એમ એસ યુનિવર્સિટીને મોકલવામાં આવી હતી.શક્ય છે કે અન્ય શહેરોમાં બોગસ માર્કશીટ અને ડિગ્રીનો વેપાર ચાલતો હશે.જોકે બોગસ માર્કશીટ અને ડિગ્રી વેરિફિકેશનમાં આવતા તરત જ તે પકડાઈ જવા પાછળનુ કારણ એ છે કે બોગસ માર્કશીટ અને ડિગ્રી પર લખેલા સિરિયલ નંબર સાથે યુનિવર્સિટીના સિરિયલ નંબરના રેકોર્ડ મેચ થતા નથી હોતા.

જે તે શહેરના પોલીસ કમિશ્નરને પત્ર લખીને જાણ કરવામાં આવે છે

પરીક્ષા વિભાગના ડેપ્યુટી રજિસ્ટ્રાર દર્શન મારુનુ કહેવુ છે કે બોગસ માર્કશીટ અને ડિગ્રી પકડાય એ બાદ જે સંસ્થામાંથી ઈન્કવાયરી આવી હોય તેને જાણ કરવામાં આવે છે ઉપરાંત જે તે શહેરના પોલીસ કમિશ્નરને પણ યુનિવર્સિટી દ્વારા પત્ર લખીને જાણ કરાય છે.ઉપરાંત યુનિવર્સિટી સયાજીગંજ પોલીસ મથકની હદમાં આવતી હોવાથી દરેક કિસ્સામાં સયાજીગંજ પોલીસને માહિતી પુરી પાડવામાં આવે છે.

Post Comments