Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

તા.૩૦-૩૧ મેએ બેન્કોમાં બે દિવસની દેશવ્યાપી હડતાળ

- આજે અલકાપુરીમાં બેન્કરોના દેખાવો

- ક્લિયરિંગ સહિત તમામ નાણાકીય વ્યવહારો ખોરવાશે

(પ્રતિનિધિદ્વારા)   વડોદરા, તા. 24 મે 2018, ગુરૃવાર

બેન્કિંગ ઉદ્યોગના દેશવ્યાપી લગભગ ૧૦ લાખ કર્મચારીઓ આગામી ૩૦-૩૧મેએ હડતાળ પર જશે. તા.૩૦ મે, ૨૦૧૮ના સવારના ૬ વાગ્યાથી શરૃ થનારી હડતાળ તા.૧ જુન, ૨૦૧૮ના સવારના ૬ વાગ્યા સુધી ચાલશે. અર્થાત ૪૮ કલાકની હડતાળ પડશે, પરિણામે તા.૩૦-૩૧મે એમ બે દિવસો સુધી બેન્કો બંધ રહેવાની હોવાથી ક્લિયરિંગ સહિત બધા નાણાકીય વ્યવહારો ખોરવાઇ જશે. પરિણામે સામાન્ય ખાતાધારકોની હાડમારી વધશે.

બેન્ક કર્મચારીઓ, ઓફિસર જૂથનો વેતન સુધારણાનો કરાર ગઇ તા.૩૧ ઓકટોબર, ૨૦૧૭ના રોજ પૂરો થયો છે. એ પછી વેતનવૃધ્ધિ માટે બેન્કકર્મીઓના યુનિયન તેમજ ઇન્ડિયન બેન્કસ્ એસોસિએશન (આઇબીએ) વચ્ચે વાટાઘાટો માટે ૧૫ બેઠકો યોજાઇ ગઇ, છતાં આઇબીએ દ્વારા ફક્ત બે ટકા જેવો નજીવો પગારવધારો સૂચવાતા વાટાઘાટો ગઇ તા.૫મેએ પડી ભાંગી હતી.

કેન્દ્ર સરકાર અને આઇબીએ રાષ્ટ્રની જીવાદોરી જેવા બેન્કિંગ ઉદ્યોગક્ષેત્રે વધતા જતા નોન પરફોર્મિંગ એસેટ (એનપીએ)ની વસૂલાત નહિ કરીને એનો બોજ બેન્કના કર્મચારીઓ અને ઓફિસર સહિતના દેશવાસીઓ પર નાખી રહ્યા છે, પરિણામે બેન્કિંગ ક્ષેત્રે ભારે અસંતોષ પ્રવર્તે છે.

આઇબીએ દ્વારા સૂચવાયેલા બે ટકા જેટલા પગારવધારાની દરખાસ્તનો વિરોધ કરવા તેમજ વ્યાજબી વેતનવૃધ્ધિ સાથે ૧૧મો કરાર ઝડપથી કરવાની માગણી સાથે વડોદરાના  બેન્કકર્મીઓ આવતીકાલે શુક્રવારે સાંજે ૫.૧૫ વાગ્યે ઇન્ડિયન ઓવરસીઝ બેન્ક, દર્પણ એપાર્ટમેન્ટ, અલકાપુરી ખાતે સુત્રોચ્ચાર સહિત દેખાવો કરી સરકારની આંખ ખોલવાનો પ્રયાસ કરશે.  બેન્ક કર્મીઓ દેશના ભાગેડુ, કથિત મોટા માથાઓને અપાયેલી કરોડોની  લોની વસુલાત દ્વારા અર્થતંત્રને સુદ્રઢ બનાવવાની માગણી પણ કરશે.

Post Comments