Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આજે શાળા બંધના એલાનને સફળ બનાવવા માટે વાલીઓએ કમર કસી

-સ્કૂલ વાન ચાલકોની સાથે એનએસયુઆઈ દ્વારા પણ બંધના એલાનને ટેકો

વડોદરા, તા.11 જાન્યુઆરી 2018,ગુરૃવાર

મનફાવે તે રીતે ફી વસુલ કરનારા  ખાનગી શાળા સંચાલકોની દાદાગીરી સામે આખા રાજ્યમાં આવતીકાલે,શુક્રવારે વાલીઓએ શાળા બંધનુ એલાન આપ્યુ છે.વડોદરામાં એલાનને સફળ બનાવવા માટે વાલીઓએ કમર કસી છે.જ્યારે વાલીઓના આક્રમક મૂડને જોઈને ખાનગી શાળાઓના સંચાલકો ટેન્શનમાં આવી ગયા છે.

વડોદરા શહેરમાં ૨૦૦ ઉપરાંત ખાનગી શાળાઓ છે.આ પૈકી  કેટલીક સ્કૂલોના વાલીઓ સામે ચાલીને બંધના એલાનમાં જોડાવા માટે જાહેરાત કરી ચુક્યા છે તો અન્ય શાળાઓમાં વાલીઓ પોતાના બાળકોને સ્કૂલે જ ના મોકલે તેવી શક્યતાઓ છે.

બીજી તરફ વાલી મંડળ દ્વારા બનાવાયેલી ટીમોએ પણ આજે કેટલીક સ્કૂલોમાં જઈને વાલીઓને શાળા બંધના એલાનમાં જોડાવા માટે અપીલ કરી હતી,ઉપરાંત વિવિધ સ્કૂલોના વાલીઓએ બનાવેલા વોટ્સએપ ગુ્રપ્સમાં બંધના એલાનને સફળ બનાવતી પત્રિકા ફરતી કરતી હતી.

સ્કૂલ વાનના ચાલકોએ પણ બંધના એલાનને ટેકો આપ્યો છે.જ્યારે કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ એનએસયુઆઈ દ્વારા પણ શાળા બંધના એલાનનુ સમર્થન કરવામાં આવ્યુ છે.એનએસયુઆઈ દ્વારા શાળા સંચાલકોની દાદાગીરી સામે વાલીઓની પડખે રહેવાનુ એલાન કરાયુ છે.

Post Comments