Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

શાળા સંચાલક અને વર્ગ નિરીક્ષકોને ૨૪મીએ બોર્ડમાં હાજર થવાનું તેડું

-કવાલી કેન્દ્રમાં ધો.૧૦ની પરીક્ષામાં સામૂહિક ચોરી મામલે

-પરીક્ષા ટાણે વારંવાર લાઇટો બંધ થતા સીસીટીવી ઠપ

વડોદરા, તા.૨૧ મે 2018, સોમવાર

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના કવાલી કેન્દ્રના ધો.૧૦ના વિદ્યાર્થીઓનો બોર્ડની પરીક્ષામાં સામુહિક ચોરીનો કિસ્સો બહાર આવતા તા.૨૪મીના રોજ શાળા સંચાલક, વર્ગ નિરીક્ષકોને બોર્ડ સમક્ષ હાજર થવાનંી તેડુ આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે જે તે સમયે પરીક્ષાના સમયગાળા દરમ્યાન જ લાઇટો જતી રહેતી હતી જેને લઇને સરકારી પ્રતિનિધિએ શિક્ષણ વિભાગને રિપોર્ટ પણ કરવામાં આવ્યો હતો. પરંતુ પરીક્ષાના સમયગાળા દરમિયાન કોના કહેવાથી વારંવાર લાઇટો બંધ કરાતી હતી તે તપાસનો વિષય છે.

શહેરાના ધારાસભ્ય અને પંચામૃત ડેરીના ચેરમેન જેઠા ભરવાડની જીવનજ્યોત ઉચ્ચતર માધ્યમિક શાળા કવાલી ખાતે આવેલી છે અને જેમાં તેઓ પ્રમુખ છે. ધો.૧૦ની બોર્ડની પરીક્ષા દરમિયાન અંગ્રેજીના પેપરમાં સામુહિક ચોરી થઇ હોવાનું સત્તાવાર રીતે બહાર આવ્યું છે અને જેમાં ૯૬ વિદ્યાર્થીઓએ એક સરખા નિબંધ લખ્યા છે અને એક સરખી ભૂલો કરી છે.

આ સામુહિક કોપી કેસમાં ૯૬ પરીક્ષાર્થીઓનું પરિણામ બોર્ડનાં નિર્ણય પર આધારિત રહેનાર હોવાનું શિક્ષણ વિભાગ જણાવી રહ્યા છે. પરીક્ષા દરમ્યાન લાઇટો બંધ રહેતી હતી. જેના કારણે સીસીટીવી કેમેરા પણ બંધ થતા પરીક્ષા કેન્દ્રમાં સામુહિક ચોરી થતી હોવા છતાં સરકારી પ્રતિનિધિને કેમ ખ્યાલ નહીં આવ્યો ? સરકારી પ્રતિનિધિ પર રાજકીય વગ ધરાવતી કોઇ વ્યક્તિનું દબાણ હતું ? શિક્ષણ વિભાગ તપાસ કરે તો સાચી હકીકતો બહાર આવી શકે.

Post Comments