Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મકરપુરા પોલીસ મથકના ડી સ્ટાફના બે જવાનો સહિત ત્રણની બદલીથી ચકચાર

-જામ્બુવા નદીમાં કેમિકલ વેસ્ટ ઠાલવવાના કૈાભાંડમાં ત્રણેય પોલીસ કર્મચારીઓની શંકાસ્પદ ભૂમિકાના પગલે બદ

વડોદરા,તા.૧૬ મે 2018, બુધવાર

જામ્બુવા ખાતે કેમિકલ વેસ્ટ ઠાલવવાના કૈાભાંડમાં મકરપુરા પોલીસ મથકના ડીસ્ટાફના બે સહિત ત્રણ પોલીસ જવાનોની શંકાસ્દપ કામગીરીના પગલે તેઓના તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવતા શહેર પોલીસ વિભાગમાં ચકચાર મચી હતી.

શહેર નજીક જામ્બુવા નદીમાં કેમિકલ વેસ્ટ ઠાલવવાના કૈાભાંડનો સ્થાનિક રહીશોએ પર્દાફાશ કરતાં આ બનાવની જીપીસીબીના અધિકારીએ કેમિકલ વેસ્ટ ઠાલવવા માટે આવેલા ટેન્કરચાલક ડ્રાઈવર સહિતના આરોપીઓ સામે મકરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ બનાવમાં ટેન્કરનો નંબર મળવા છતાં મકરપુરા પોલીસે લાંબા ગાળા બાદ ટેન્કરમાલિકની ધરપકડ કરી હતી પરંતું આ કેમિકલ વેસ્ટ ક્યાંથી લાવવામાં આવ્યું હતું અને આ કૈાભાંડમાં અન્ય કોણ સંડોવાયેલા છે તેની તપાસમાં ભીનું સંકેલ્યું હતું.

આ ઉપરાંત તાજેતરમાં વધુ એક વાર જામબુવા પાસે વિશ્વામિત્રી નદીમાં કેમિકલ વેસ્ટ ઠાલવવાના પ્રયાસનો એસઓજી પોલીસે પર્દાફાશ કર્યો હતો અને આરોપીઓની ધરપકડ કરી મકરપુરા પોલીસને સોંપ્યા હતા. મળતી વિગતો મુજબ આ બંને બનાવોમાં મકરપુરા પોલીસના ડીસ્ટાફના આનંદસિંહ, નિતીનભાઈ  તેમજ પીઆઈ રાઈટર ભૂપેન્દ્રસિંહની કામગીરી શંકાસ્પદ હોવાની બુમો ઉઠી હતી જેની પોલીસ ઉચ્ચાધિકારીઓએ ગંભીર નોંધ લીધી હતી.


દરમિયાન ઉક્ત ત્રણેય પોલીસ જવાનોની તાત્કાલિક અસરથી બદલી કરવાનો આદેશ થયો છે. જેમાં આનંદસિંહની પોલીસ કન્ટ્રોલ રૃમમાં તેમજ નિતીનભાઈની ગોત્રી પોલીસ મથકમાં અને ભૂપેન્દ્રભાઈની ટ્રાફિક વિભાગમાં બદલી કરવાનો આદેશ થયો છે. જોકે પોલીસ અધિકારીઓ આ ત્રણેય કર્મચારીઓની રાબેતા મુજબ વહીવટી કારણોસર બદલી થઈ હોવાનું જણાવ્યું હતુ.

ઉલ્લેખનીય છે કે થોડાક સમય અગાઉ જ મકરપુરા પોલીસ મથકના પુર્વ પીઆઈ મહિડાની ડે.કલેક્ટર સાથે અણછાજતુ વર્તન કરવા બદલ સસ્પેન્ડ કરાયા છે. તેમના સસ્પેન્શનના ગણતરીના દિવસોમાં મકરપુરા પોલીસ મથકના જ ત્રણ પોલીસ જવાનોની પણ કૈાભાંડમાં શંકાસ્પદ કામગીરીના મુદ્દે બદલીની વાતે પોલીસ બેડામાં ચકચાર મચાવી છે.

Post Comments