Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વડોદરા અને હાલોલમાં રોજગારી મેળવનારા ૨૦૦૦૦ જેટલા લોકો પર થઈ શકે છે

-પ્લાસ્ટિક પરના સરકારના પ્રતિબંધની અસર

-આ બંને સ્થળોએ પ્લાસ્ટિકના દાણા અને બેગ્સ સહિતની પ્રોડક્ટસ બનાવતી ૯૦૦ જેટલી ફેકટરીઓ છે

વડોદરા,તા.૧૩ જુન 2018, બુધવાર

પ્લાસ્ટિકના કપ, પાઉચ તેમજ અમુક જાડાઈથી ઓછી પ્લાસ્ટિકની થેલીઓ પરના પ્રતિબંધની અસર વડોદરા તેમજ હાલોલની ૯૦૦ જેટલી ફેકટરીઓ અને તેમાં કામ કરતા હજારો કામદારો પર થઈ શકે છે.


ઉલ્લેખનીય છે કે વડોદરામાં તેમજ વડોદરા નજીકની વાઘોડિયા જીઆઈડીસીમાં પ્લાસ્ટિકના દાણા સહિતની વિવિધ પ્રોડક્ટસ બનાવતી લગભગ ૬૦૦ જેટલી કંપનીઓ છે.જ્યારે હાલોલ જીઆઈડીસીમાં ૩૦૦ જેટલી ફેક્ટરીઓ છે.જેમાં મુખ્યત્વે પ્લાસ્ટિક બેગ્સ અને પ્લાસ્ટિકના દાણા બને છે.આ તમામ સ્થળોએ  ૨૦૦૦૦ કામદારોને સીધી કે આડકતરી રીતે રોજગારી મળે છે.


હવે વડોદરા સહિત રાજ્યના અન્ય શહેરોમાં પ્લાસ્ટિક પ્રોડક્ટસ પરના પ્રતિબંધનો કડક અમલ કરવાની વાત થઈ રહી છે ત્યારે તેના કારણે હજારો લોકોને રોજગારીની પણ ચિંતા સતાવી રહી છે.


આ ઉદ્યોગ સાથે સંકળાયેલા સૂત્રોનુ એમ પણ કહેવુ છે સરકારના પ્રતિબંધના કારણે પ્લાસ્ટિક પ્રોડક્ટસનુ પ્રોડક્શન ઘટે તો  જેમની લોન ચાલી રહી છે તેવી ફેક્ટરીઓ મુશ્કેલીમા ંઆવી શકે છે.ઉપરાંત તેમાં કામ કરતા હજારો કર્મચારીઓની રોજગારી પર પણ ખતરો સર્જાઈ શકે છે.

૪૦૦૦૦ ટન પ્લાસ્ટિક પ્રોડક્ટસ બને છે

વડોદરા અને હાલોલમાં મળીને દર મહિને ૪૦૦૦૦ મેટ્રિક ટન પ્લાસ્ટિક પ્રોડક્ટસ બને છે.દરેક યુનિટની સરેરાશ ટર્ન ઓવર લગભગ ૪ કરોડ રૃપિયા છે.

હાલોલ જીઆઈડીસમાં ૫૦ ટકા કામદાર મહિલાઓ

હાલોલ જીઆઈડીસીમાં જેટલી પણ પ્લાસ્ટિક પ્રોડક્ટસની ફેક્ટરીઓ છે તેમાં ૫૦ ટકા મહિલા કામદારો છે.આ ફેક્ટરીઓમાં પ્લાસ્ટિકની કેરી બેગ બને છે અને આ બનાવવાની કામગીરી  માટે વધારે શારીરિક શક્તિની જરૃર નહી હોવાથી આ વિસ્તારની  મહિલાઓ પ્લાસ્ટિકની ફેક્ટરીઓમાં કામ કરીને રોજગારી મેળવે છે.

Post Comments