Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

નર્મદા ડેમની જળસપાટી ૧૨૨.૧૩ મીટરે પહોંચી

-રીવર બેડ પાવર હાઉસના તમામ ટર્બાઇન હાલ બંધ છે

કેવડીયાકોલોની,તા.12 ઓગસ્ટ 2017, શનિવાર

સરદાર સરોવર નર્મદા ડેમ ખાતે પાણીની સપાટી સવારે ૮ કલાકે ૧૨૨.૧૨ મીટર હતી. જે સાંજે ચાર કલાકે વધીને ૧૨૨.૧૩ મીટર નોંધાઇ હતી. ડેમ ખાતે પાણીની આવક બપોરે ત્રણ કલાકે ૫૫૮૨. ક્યુસેકસ હતી.

જો કે રીવર બેડ પાવર હાઉસના વિજ ઉત્પાદનના તમામ ટર્બાઇન બંધ છે. કેનાલ હેડ પાવરનું વિજ ઉત્પાદનનું એક યુનિટ ચાલુ છે. અને પાણીની જાવક ૫૪૨૫ ક્યુસેકસ નોંધાઇ હતી. નર્મદાની મુખ્ય નહેરમાં પાણીની જાવકે ૩૧૪૮ ક્યુસેકસ છે. ઉપરવાસમાં વરસાદનાં કોઇ અહેવાલ નથી. મધ્યપ્રદેશમાં મુશળધાર વરસાદ પડે તો જ નર્મદા બંધ ખાતે પાણીની સપાટી વધે તેમ છે. ૧૨૧.૯૨ મીટરની ઉંચાઇએ ૩૦ ગેટ બેસાડવામાં આવ્યા છે. આ ગેટ બંધ કરેલા છે. સરદાર સરોવર ખાતે ૧૩૮.૬૮ મીટર પાણી વધુમાં વધુ ભરી શકાશે.

Post Comments