Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કમાટીબાગમાં હડકાયા કુતરાનો આતંક:બે બાળકો સહિત ૮ને કરડયુ

-મકરપુરાની યુવતિ અને આજવા રોડના આધેડ પર પણ કુતરાનો હુમલો

(પ્રતિનિધિદ્વારા) વડોદરા,તા.12 ઓગસ્ટ 2017, શનિવાર

કમાટીબાગ ઝુમાં આજે હડકાયા કુતરાએ આતંક મચાવ્યો હતો. સવારના ૧૧ થી સાંજના ૭ વાગ્યા સુધીના ૮ કલાકમાં બે બાળકો સહિત ૮ જણ પર આ કુતરાએ હુમલો કરીને બચકા ભરી લીધા હતા.કમાટીબાગ ઉપરાંત શહેરના મકરપુરા અને આજવારોડ પર પણ કુતરા કરડવાના બે બનાવો બન્યા હતા.

આજે બપોરે વડસર ઇન્દિરા નગરમાં રહેતી કેટલીક મહિલાઓ કમાટીબાગમાં ફરવા માટે આવી હતી જેમાં ભગવતિબેન હિંમ્મતલાલ ખટીક અને તેનો ૪ વર્ષનો પુત્ર લકી પણ હતો. આ લોકો બપોરે ૪ વાગ્યાના અરસામાં કમાટીબાગમાં ઝુની ટિકીટબારી પાસે ટિકીટ લેવા માટે ઉભા હતા અને લકી તેની માતા પાસે જ રોડ પર ઉભો હતો ત્યારે અચાનક એક કુતરૃ ધસી આવ્યુ હતુ અને લકીના ગાલ પર બચકુ ભરીને માંસનો લોચો ખેચી લીધો હતો. આ દ્રશ્યો જોઇને મહિલાઓમાં બુમરાડ મચી ગઇ હતી અને લોકો દોડી આવ્યા હતા જેથી કુતરૃ  ભાગી ગયુ હતું. આ પહેલા આજે સવારે ૧૧ વાગ્યે પણ કમાટીબાગમાં હેલ્થ મ્યુઝિયમ પાસે એક ૬ વર્ષની બાળકીને કુતરાએ હાથમાં બચકુ ભરી લીધુ હતું. દરમિયાનમાં સાંજે ૬.૩૦ વાગ્યાના અરસામાં વિસરામ સરોજ નામનો ૩૫ વર્ષનો સિક્યોરિટી ગાર્ડ કમાટીબાગના ગેટ નં.૩ પાસે ઉભો હતો ત્યારે તેને પણ હડકાયા કુતરાએ બચકુ ભરી લીધુ હતું. તેને એસએસજી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતા. તેમની સાથે આવેલા અન્ય સિક્યોરિટી જવાનોએ કહ્યુ હતુ કે લાલ કલરનું એક કુતરૃ આજે સવારથી હડકાયુ થયુ છે અને અત્યાર સુધીમાં ૮ જણને બચકા ભરી લીધા છે.

આ ઉપરાંત મકરપુરામાં જીઆઇડીસીમાં એક ૧૮ વર્ષની યુવતિને, આજવા રોડ પર ૫૭ વર્ષના આધેડને, નસવાડીના ૧૩ વર્ષના કિશોરને અને કાલોલ તાલુકાના મલાવમાં ૨૦ વર્ષના યુવકને પણ કુતરૃ કરડતા તેઓને એસએસજી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી.

Post Comments