Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

'ઇમરજન્સી ફ્લ્ડ રીલિફ'ના નામે ૫૦ ડોક્ટરોની ટુકડીઓ મોકલાતા આશ્ચર્ય

-શનિવારે પંચમહાલ ગયેલી ૫૦ રેસિડેન્ટ અને ઇન્ટર્સની ટુકડીને કડવો અનુભવ થયો

(પ્રતિનિધિદ્વારા) વડોદરા,તા.12 ઓગસ્ટ 2017, શનિવાર

વડોદરા શહેરમાં સ્વાઇન ફ્લુ અને ડેંગ્યુ જેવી બિમારી વકરી રહી છે અને શહેરમાં આરોગ્યની સ્થિતિ ઠીક કરવા માટે આરોગ્ય વિભાગે પુરાત પ્રમાણમાં સ્ટાફ કામે લગાડવો જોઇએ તેના બદલે મેડિકલ કોલેજના રેસીડન્ટ ડોક્ટરો અને ઇન્ટર્નસની પચાસ પચાસની ટુકડીઓને જે વિસ્તારોમાં પુર કે વરસાદી આફત નથી થઇ તેવા વિસ્તારોમાં 'ઇમરજન્સી ફ્લડ રીલિફ કેમ્પ'ના નામે આવી રહી છે. જ્યાં કહિકતે કોઇ કામગીરી હોતી નથી અને આટલો મોટ સ્ટાફ ત્યાં રોકાઇ રહે છે. આવી જ એક ઘટના આજે બની હતી.

મેડિકલ કોલેજમાંથી ઇન્ટર્નસ અને રેસીડન્ટ ડોક્ટરોની ૫૦ની ટુકડીને આજે પંચમહાલમાં જવાની સુચના આપાઇ હતી. આ ટુકડી સવારે હાલોલ સીએચસી પર પહોંચી અને રીપોર્ટિંગ કર્યુ તો જાણ થઇ કે ત્યાના મુખ્ય અધિકારી એટલે કે સીડીએચઓ તો બીજો શનિવાર હોવાથી રજા પર છે. બપોરે બે વાગ્યા સુધી આ ટુકડી હાલોલ સીએચસીમાં જ બેસી રહી. કોઇ જમવાની પણ વ્યવસ્થઆ કરવામાં આવી ના હતી. રહેવા માટેનુ પુછ્યુ તો જવાબ મળ્યો કે ૧૫મી ઓગષ્ટના કાર્યક્રમ માટે બધા રૃમ ફુલ હોવાથી જાતે વ્યવસ્થ કરી લેવાની અને 'યુ આર ધ લીસ્ટ પ્રાયોરિટી' (તમે લોકો અમારા માટે મહત્વના નથી). આ બધુ ચાલી રહ્યુ હતુ ત્યારે બપોરે ૨ વાગ્યે આ ટુકડીને પંચમહાલના અલગ અલગ સ્થળો પર જવાના ઓર્ડરો મળ્યા હતા.

ઇન્ટર્નસ અને રેસિડેન્ટ ડોક્ટરોએ પંચમહાલના આંતરીક વિસ્તારોમાં જવા માટે શું વ્યવસ્થા છે તેવુ પુછ્યુ તો ઉદ્ધત જવાબ મળ્યો કે તમારે જાતે પોતાના ખર્ચે પહોંચી જવાનું આમ આખો દિવસ ૫૦ ડોક્ટરોની ટુકડી હાલોમાં કોઇ પણ કામ વગર બેસી રહી અને મોડી સાંજે પરત ફરી.

Post Comments