Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કોમી તોફાન પૂર્વયોજિત હતા ? બીજીવાર લાઇટ ગઇ અને પથ્થરમારો શરૃ થયો

- માંડવી-પાણીગેટરોડ પર રાત્રે થયેલા

- પોલીસ ૧૫ ઓગષ્ટ પહેલા તોફાનીઓેને નહી પકડે તો મુખ્યમંત્રીના ધ્વજવંદન કાર્યક્રમ વખતે કોંગ્રેસ દેખાવ

(પ્રતિનિધિદ્વારા) વડોદરા, તા.11 ઓગસ્ટ, 2017, શુક્રવાર

માંડવી-પાણીગેટરોડ પર ગઇરાત્રે એકાએક શ્રીજીની સવારી પર થયેલા પથ્થરમારાના બનાવ બાદ ફાટી નીકળેલા તોફાનો પૂર્વયોજિત હતા અને બીજીવાર લાઇટ ગઇ અને તે સાથે જ પથ્થરમારો શરૃ થયો હતો.
શહેર કોંગ્રેસના પ્રમુખ અને કાર્પોરેશનના વિપક્ષી નેતાની આગેવાની હેઠળ આજે પોલીસ કમિશ્નરને આપવામાં આવેલા આવેદનપત્રમાં કહેવાયુ હતુ કે,માંડવી-પાણીગેટ વિસ્તારમાં ગઇરાત્રે પ્રતાપમડધાની પોળના ગણપતિની સવારી પસાર થઇ રહી હતી ત્યારે અત્યંત સંવેદનશીલ એવા પાણીગેટ દરવાજાની અંદર સવારી આવતા જ લાઇટ ગઇ હતી.
ગણેશ મંડળના યુવકોએ વિપક્ષી નેતાને ફોન કરતા લાઇટ ચાલુ થઈ ઞઈ હતી પરંતુ ત્યારબાદ શ્રીજીની સવારી જેવી અતિસંવેદનશીલ સ્થળે પહોંચી ત્યારે ફરીથી લાઇટ જતી રહેતા એકાએક પથ્થરમારો શરૃ થતા નાસભાગ મચી હતી.થોડીવારમાં તો આગચંપીના બનાવો શરૃ થઇ ગયા હતા. આગેવાનોએ એવો આક્ષેપ કર્યો છે કે,આ એક ચૂંટણીલક્ષી છમકલું છે.પોલીસે નિર્દોષ યુવકો પર લાઠીચાર્જ કર્યો છે તે નિંદનીય છે.તા.૧૫મી ઓગષ્ટ સુધીમાં સીસીટીવી ફુટેજ જોઇ તોફાનીઓને પકડવામાં નહી આવે તો કોંગ્રેસ મુખ્યમંત્રીના ધ્વજવંદન કાર્યક્રમ વખતે દેખાવ કરશે.

ગણપતિની સવારી પર બે સ્થળેથી હુમલો કરાયો હતો
પૂર્વ આયોજિત હિંસક તોફાનો અંગે અઢી હજારના ટોળા સામે ગુનો
લાલા અને અઝ્ઝુના મોબાઇલની કોલ ડીટેઇલ્સનો અભ્યાસ થાય તો મુખ્ય સુત્રધાર સુધી પહોંચી શકાય

(પ્રતિનિધિદ્વારા) વડોદરા, તા.11 ઓગસ્ટ, 2017, શુક્રવાર
પાણીગેટ- માંડવી રોડ પર ગણેશજીની સવારી પર પથ્થરમારો કરી કોમી તોફાનો કરાવનાર મુખ્ય સૂત્રધારની શોધખોળ પોલીસે શરૃ કરી છે. ગુરૃવારે મોડીરાતે થયેલા તોફાનમાં બે પી.એસ.આઇ. બે કોન્સ્ટેબલ સહિત ૧૦ જેટલા વ્યક્તિઓને ઇજાઓ થઇ છે. પોલીસે તોફાનોને ડામવા માટે ટીયરગેસના ૩૯ સેલ છોડયાં હતાં.
છેલ્લાં કેટલાંક સમયથી પાણીગેટ માંડવી રોડ પર રાજપરાની પોળ નજીક જ પથ્થરમારો શરૃ થાય છે અને ત્યારબાદ શહેરમાં કોમી અશાંતિ ફેલાય છે. અવાર-નવાર એક જ વિસ્તારથી શરૃ થતાં કોમીતોફાનોની પાછળ કોઇ ચોક્કસ વ્યક્તિઓ સક્રિય હોવાની શંકા મજબૂત બની રહી છે. સીટી પોલીસે ગણેશજીની સવારીમાં સામેલ ૧૨ યુવકો સહિત અઢી હજારના ટોળા સામે ગુનો દાખલ કર્યો છે. ગઇકાલે મોડીરાતના તોફાનોમાં માસૂમ ચેમ્બર્સવાળા ખાંચામાંથી અઝ્ઝુ કાણીયા એ પોતાના સાગરિતો સાથે પથ્થરમારો કરી ભયનું વાતાવરણ ઉભુ કર્યું હતું. જેના પગલે યાત્રામાં સામેલ લોકો ગણેશજીની મૂર્તિ ઝડપથી આગળ લઇ ગયાં હતાં. પરંતુ આગળ વધતા જ જમનાબાઇ હોસ્પિટલ બાજુમાં રાજપરાની પોળમાંથી નામચીન લાલા અંડાએ પોતાના સાગરિતો સાથે પથ્થરમારો શરૃ કર્યો હતો. અને જોતજોતામાં પાણીગેટ માંડવી રોડ પથ્થર અને કાંચની બોટલોથી છવાઇ ગયો હતો.
હિંસા પર ઉતરી આવેલા ટોળાને વિખેરવા માટે પોલીસે ટીયરગેસના ૩૯ સેલ છોડયાં હતાં. પરંતુ તોફાનીઓએ પોલીસ વાહનોને પણ પથ્થરમારો કરી નિશાન બનાવ્યા હતાં. તોફાનીઓએ સાતથી આઠ બાઇક સળગાવી દીધા હતાં. તોફાનમાં બે પીએસઆઇ અને બે કોન્સ્ટેબલ સહિત ૧૦ વ્યક્તિઓને ઓછીવત્તી ઇજાઓ થઇ હોવાનું જાણવા મળ્યું છે.
ગઇકાલે મોડીરાતે થયેલા તોફાનો કરવા પાછળ નામચીન અઝ્ઝુ કાણીયા અને લાલા અંડાની જ સંડોવણી બહાર આવી છે. તેવા સમયે જો આ બંન્નેના બંન્નેના મોબાઇલ ફોનની કોલ ડીટેઇલ મંગાવીને પોલીસ અભ્યાસ કરે તો તોફાનના મુખ્ય સુત્રધાર સુધી પહોંચી શકાય તેમ છે.

શ્રીજી સવારી વખતે હરહંમેશ જ્યાં તોફાન થાય છે ત્યાં પોલીસે ગફલત કેમ ખાધી
તા.૧૫ ઓગષ્ટના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પૂર્વે શહેર પોલીસની ગંભીર બેદરકારી

(પ્રતિનિધિદ્વારા) વડોદરા, તા.11 ઓગસ્ટ, 2017, શુક્રવાર
શ્રીજીની સવારી વખતે હરહંમેશ જ્યાં તોફાનો થાય છે તે જ સ્થળે તોફાન થવાનો બનાવ બનતા પોલીસની બેદરકારી પણ ચર્ચામાં રહી છે.
ગણેશજીની સવારી દરમિયાન મોટાભાઞે તોફાન માંડવી-પાણીગેટ રોડ પર બનતા હોવા છતા પોલીસ કેમ કાચી પડી તે  ચર્ચાનો વિષય બન્યો છે.
નોંધપાત્ર બાબત તો એ છે કે,આ વખતે તા.૧૫મી ઓગષ્ટનો રાજ્યનો સ્વતંત્રતા પર્વ વડોદરામાં ઉજવાઇ રહ્યો છે.કોર્પોરેશન, કલેક્ટર અને પોલીસ સહિતના તમામ વિભાગો તેની ઉજવણીમાં વ્યસ્ત બન્યા છે તેવા સમયે ઉત્સવપ્રિય નગરીમાં ગણેશજીની સવારી પર થયેલા કાંકરીચાળાના બનાવમાં પોલીસ કેમ પાછી પડી તે બાબત ઓછી ગંભીર ગણી નશકાય.

અત્યંત સંવેદનશીલ માર્ગ પરનું ડિવાઇડર ભારે પડયુ
(પ્રતિનિધિદ્વારા) વડોદરા,શુક્રવાર
અત્યંત સંવેદનશીલ એવો માંડવી-પાણીગેટ માર્ગ પુરતા પ્રમાણમાં પહોળો નહીં હોવા છતાં ે ત્રણ મહિના પહેલા જ ત્યાં  ડિવાઇડર બનાવવામાં આવ્યું હતું. જેનો ભારે વિરોધ થયો હતો.ગઇકાલે નાસભાગ મચતા વાહનચાલકો અને રાહદારીઓને આ ડિવાઇડરને કારણે ખૂબ અડચણ પડી હતી.ગણેશજીની સવારીને કારણે ટ્રાફિક જામ થઇ ગયો હતો અને તેમાં કાંકરીચાળો થતા અફરાતફરી મચી હતી.

રાજપરાની પોળ નજીક નિર્દોષ લોકોના વાહનો સળગાવી દીધા
પાણીગેટ, માંડવી, ન્યાયમંદિર વિસ્તારમાં મોડીરાત સુધી ધમધમતો હોય છે

(પ્રતિનિધિદ્વારા) વડોદરા, તા.11 ઓગસ્ટ, 2017, શુક્રવાર
પાણીગેટ- માંડવી રોડ પર આવેલી બે દુકાનોને તોફાની ટોળાએ નિશાન બનાવી હતી. આ ઉપરાંત મોડીરાત્રે રોડ પરથી પસાર થતાં નિર્દોષ વાહન ચાલકોને રાજપરાની પોળ પાસે તોફાનીઓએ આંતરીને મારમાર્યો હતો અને તેમના વાહનોને આગ લગાડી દીધી હતી.
અગાઉ ભારત-પાકિસ્તાનની મેચ વખતે પણ રાજપરાની પોળ પાસેજ હુમલો થયો હતો. પાણીગેટ- માંડવી રોડ પર તેમજ ન્યાયમંદિર વિસ્તારમાં પણ મોડીરાત સુધી લોકો રોડ પર વાહનો પાર્ક કરીને બેસી રહી છે. અને આ લોકોની આડમાં જ તોફાની તત્વો તોફાનો કરતા હોય છે.
અન્ય વિસ્તારો રાત્રે બાર વાગ્યા પછી સૂમસામ થઇ જતા હોય છે. પરંતુ પોલીસના આશીર્વાદથી આ વિસ્તારો મોડીરાત્રે ત્રણ વાગ્યા સુધી ધમધમતા હોય છે.

Post Comments