Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આરટીઈ હેઠળ પ્રવેશ આપવાનો ઈનકાર કરનાર સ્કૂલની માન્યતા રદ કરાશે

- પ્રાથમિક શિક્ષણ નિયામકનો ડીઈઓ કચેરીને પરિપત્ર

- લઘુમતી સ્કૂલ હોવાનુ પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરીનુ સર્ટિફિકેટ ના હોય તેવી સ્કૂલોએ પ્રવેશ આપવો ફરજિયાત છે

વડોદરા, તા. 24 મે 2018, ગુરુવાર

વડોદરા શહેરની લઘુમતી  સ્કૂલો અને તેમાં પણ ખાસ કરીને મિશનરી સ્કૂલો દ્વારા આરટીઈ હેઠળ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનો ઈનકાર કરવાના વિવાદની વચ્ચે પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા વડોદરા ડીઈઓ સહિત તમામ ડીઈઓ કચેરીને એક પરિપત્ર પાઠવવામાં આવ્યો છે.

જેમાં જણાવવામાં આવ્યુ છે કે જરૃર પડે તો પ્રવેશ આપવાની ના પાડનાર સ્કૂલોની માન્યતા રદ કરવા માટે કાર્યવાહી કરવી.

પરિપત્રમાં જણાવવામાં આવ્યુ છે કે શિક્ષણ વિભાગના ઠરાવ પ્રમાણે પ્રાથમિક શાળાઓએ લઘમતી સ્કૂલનો દરજ્જો મેળવવા માટે પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરીનુ પ્રમાણપત્ર રજૂઆત કરવુ જરૃરી છે.
જો કોઈ સ્કૂલ આ પ્રકારનુ પ્રમાણપત્ર રજૂ ના કરે તો તે શાળા લઘુમતી સ્કૂલનો દરજ્જો ધરાવતી નથી તેમ માનવામાં આવશે અને આવી શાળાઓ આરટીઈ હેઠળ પ્રવેશ આપવા માટે બંધાયેલી છે.
ડીઈઓ કચેરીને પરિપત્રમાં આદેશ પણ આપવામાં આવ્યો છે કે આવી શાળાઓ જો આરટીઈ હેઠળ પ્રવેશ નહી આપે તો માન્યતા રદ કરવા માટે નોટિસ આપીને આગળની કાર્યવાહી કરવાની રહેશે.

આરટીઈ હેઠળ પ્રવેશ આપવાની તારીખ લંબાવાઈ
આરટીઈ હેઠળ પ્રથમ રાઉન્ડમાં ૨૬ મે સુધીમાં પ્રવેશ આપવાની કાર્યવાહી થનારી હતી.હવે આ તારીખ પણ લંબાવવામાં આવી છે.જે પ્રમાણે સ્કૂલોેમાં હવે ૩૦ મે સુધી પ્રવેશ માટે વાલીઓ અને વિદ્યાર્થીઓ જઈ શકશે.જો ૩૦ મે સુધીમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ પ્રવેશ માટે નહી જાય તો તે પછી તેમને આરટીઈ હેઠળ પ્રવેશ નહી મળે.

Post Comments