Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વડાપ્રધાન ૧૭મીએ નર્મદાડેમ સવારે નવ વાગ્યે આવી પહોંચશે

-નર્મદા માતાજીને શ્રીફળ અને ચુંદડી અર્પણ કરી નર્મદાડેમનું લોકાર્પણ કરાશે

રાજપીપળા,તા.13 સપ્ટેમ્બર 2017, બુધવાર

વડા પ્રધાન નરેન્દ્ર મોદી પોતાના જન્મ દિવસે નર્મદા ડેમને રાષ્ટ્રને સમર્પીત કરનાર છે. વડાપ્રધાન તે માટે ૧૭મીની સવારે ૬.૩૦ વાગ્યે રાજભવન રેસ્ટ હાઉસથી નીકળી પોતાના ભાઇના નિવાસ સ્થાને માતા હીરાબાના આશીર્વાદ લઇને ૭.૫૦ વાગે સચિવાલયના હેલીપેડ પહોંચશે.

આઠ વાગે કેવડિયા ખાતે ત્રણ હેલીકોપ્ટરના કાફલા સાથે કેવડિયા જવા રવાના થશે. સવારે નાસ્તો હેલીકોપ્ટરમાં બેસીને કરશે. ૯.૦૫ વાગ્યે કેવડિયા હેલીપેડ ખાતે આગમન થશે. ૯.૧૫ નર્મદા ડેમ પર અન્ય રાજ્યોના મુખ્યમંત્રી ભાજપના પ્રમુખ વિવિધ સભ્યોના આમંત્રિતો અને સાધુ સંતો સાથે નર્મદાનીરના વધામણાં કરશે અને પૂજાવિધી ૯.૪૫ સુધી કરશે. સાધુ સંતોના આશીર્વાદ લઇ ૯.૫૦ વાગ્યે સ્ટેચ્યૂ ઓફ યુનીટી સાધૂબેટ ખાતે તમામ વી.વી.આઇ.પી. રસાલા સાથે પોતાના ડ્રીમ પ્રોજેક્ટ ખાતે પહોંચશે અને સ્ટેચ્યુ ઓફ યુનીટીના થઇ રહેલા બાંધકામનું નિરિક્ષણ કરશે.

વડાપ્રધાન પોતાના ડ્રીમ પ્રોજેક્ટ અંગે પાંચ મીનીટની ચર્ચા પણ કરશે. ૯.૫૫ થી ૧૦.૨૫ સુધી સ્ટેચ્યુ ઓફ યુનીટી રોકાઇને ૧૦.૩૦ વાગ્યે કેવડિયા હેલીપેડ ખાતે રવાના થશે. ૧૦.૩૫ વાગ્યે કેવડિયા હેલીપેડથી ડભોઇ હેલીપેડ ખાતે રવાના થશે.વડાપ્રધાન પોતાના ત્રણ હેલીકોપ્ટરના રસાલા સાથે આવશે સાથે રાજ્યના મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રીઓ કેન્દ્રીય મંત્રીઓ મંત્રીઓ માટે અન્ય ચાર હેલીપેડની વ્યવસ્થા ડેમ ખાતે કરાઇ છે. વડાપ્રધાન અને વિવિધ મહાનુભાવોના આગમનને લઇ ખાસ રૃટ ગોઠવાયા છે. તેમજ વ્યવસ્થાના ભાગરૃપે વી.વી.આઇ.પી. સર્કિટ હાઉસ ખાતે રૃમોની વ્યવસ્થા કરાઇ છે. તેઓ ડભોઇ ૧૧.૧૦ પહોંચશે. ૧૧.૧૫ કલાકે સભા સ્થળે આગમન થશે. ૧૧.૧૫ થી ૧૨.૪૫ દોઢ કલાક સુધી નર્મદા મહોત્સવની પૂર્ણાહૂતિ કરી જનસભાને સંબોધશે. સાથે સાથે નેશનરા ટયુબવેલ સ્વાતંત્ર સૈનિકોનાં મ્યુઝિયમનું ખાતમુહૂર્ત કરાશે. ૧૨.૫૦ વાગ્યે ડભોઇ હેલીપેડ ખાતે રવાના થશે.  ૧૨.૫૫ વાગ્યે હેલીપેડ ડભોઇથી ૧ વાગે ડભોઇ હલીકોપ્ટરમાં બેસી અમરેલી રવાના થશે. ૨-૨૫ વાગ્યે એમરેલી એપીએમસી હેલીપેડ ખાતે પહોંચશે. ૨.૩૦ હેલીપેડ થી એપીએમસી માર્કેટીંગ પાર્ક ૨.૩૫ની ૨.૪૫ સુધી એપીએમ.સી.ની નવીન ઇમારતનું લોકાર્પણ કરાશે. ૨.૫૦ વાગે અમરડેરી સમરેલી ખાતે સભાસ્થળે જવા રવાના થશે. ૩.૦૫ થી ૩.૨૦ સુધી અમરડેરીના નવા પ્લાન્ટનું ઉદ્ધાટન મધ ઉત્પાદન કેન્દ્રનું ખાતમુહૂર્ત. કામાણી ફોરવર્ડ હાઇસ્કુલનાં મેદાનમાં સભાસ્થળે  ૩.૪૦ થી ૪.૩૦ સુધી સહકાર સંમેલનને સંબોધન કરશે. તેમજ હરેકૃષ્ણ સરોવરનું વીડીયોલીંકથી લોકાર્પણ અને ડેરી સાયન્સ કોલેજનું લોકાર્પણ કરી અમરેલી હેલીપેડથી ૪.૫૫ વાગ્યે ભાવનગર જશે. ૫.૩૫ વાગ્યે ભાવનગર એરપોર્ટ પર આગમન થશે. ૬.૪૦ વાગ્યે ભાવનગરથી દીલ્હી જવા રવાના થનાર છે. વડાપ્રધાનની યાત્રામાં ખાસ હેલીકોપ્ટરોનો ઉપયોગ કરાશે. તેમજ ઇન્ડિયન એરફોર્સના વિશિષ્ટ વિમાનનો ઉપયોગ કરાશે.

Post Comments