Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આજે 'આઇ લવ યુ' નામનો વાયરસ કમ્પ્યુટરમાં ત્રાટકવાની સંભાવના

-મોબાઇલમાં પણ 'આઇલવયુ' નો મેસેજ ખોલતાંજ 'લવ લેટર ફોર યુ' વાંચવા મળ્યા બાદ વાયરસ સક્રિય થાય છે

વડોદરા, તા.13 ફેબ્રુઆરી 2018,મંગળવાર

પ્રિય પાત્રના ખાસ ગણાતા, તા.૧૪મી ફેબુ્રઆરીના 'વેલેન્ટાઇન ડે' નિમિત્તે ઇમેલ દ્વારા 'આઇ લવ યુ' નામનો વાયરસ મોબાઇલ ફોન- લેપટોપ અને કોમ્પ્યુટરમાં ત્રાટકવાની શક્યતા સેવાઇ રહી છે.

યુઝરને 'આઇ લવ યુ' થી અજાણ્યો મેસેજ મળતાં જ યુઝર મેઇલ પર ક્લીક કરે કે તુરંત 'લવ લેટર ફોર યુ' જણાયા બાદ આ વાયરસ કોમ્પ્યૂટરની કે પછી મોબાઇલ ફોનની અગત્યની ફાઇલોનો નાશ કરવા સહિત ફાઇલોનો ડોક્યુમેન્ટનો ડેટા બદલી નાખતો હોવાથી યુઝરને મોટું નુકશાન થાય છે. આ વાયરસ ૧૮ વર્ષ અગાઉ ફિલિપાઇન્સમાં જોવા મળ્યો હતો.

જેનાથી એક કરોડ જેટલા કોમ્પ્યૂટરો અસરગ્રસ્ત થયા હતા પ્રતિવર્ષે ફેબુ્રઆરીની ૧૪મી તારીખે ઉજવાતા 'વેલેન્ટાઇન ડે' નિમિત્તે પોતાના પ્રિય પાત્રને મનપસંદ 'ભેટ' અપાય છે. પરંતુ દૂર રહેતા પ્રિય પાત્ર દ્વારા મોબાઇલ અને ઇન્ટરનેટના આજના યુગમાં જાત જાતના મેસેજ અને વીડિયો પણ મોકલવામાં આવે છે.

વાર-તહેવારે અવનવા નૂસખા કરીને યૂઝર્સના ડેટા ચોરીને તેનો દૂરૃપયોગ કરવા હેકર્સ ટેવાયેલો હોય છે. અથવા તો યુઝર્સોનો અગત્યના ડેટાનો નાશ પણ ક્યારેક કરી નાંખતા હોય છે. આ અંગે હેક્સો જુદી જુદી તરકીબો અપનાવી યુઝર્સને ઇ-મેલ દ્વારા મોકલેલો ઇ-મેલ ખોલવા પ્રરિત કરે છે.

અગાઉ ફિલિપાઇન્સ ખાતે 'આઇ લવ યુ' નામનો વાયરસ સૌ પ્રથમ જોવા મળ્યો હતો. ત્યારબાદ આ વાયરસ ઝડપથી પ્રસરી ગયો. અને ટૂંકા ગાળામાં 'આઇ લુ યુ' નામના આ વાયરસે દુનિયાના ૭૦ ટકા કોમ્પ્યુટરોને પોતાનો ચેપ લગાડયો.

આ વાયરસ ઇ-મેઇલ દ્વારા સક્રિય થાય ત્યારે 'આઇ લવ યુ' સબ્જેક્ટ તરીકે ઉપયોગ કર્તાને મળતો હોય. છે. 'વેલન્ટાઇન ડે' જેવા પ્રેમીઓના પ્રિય દિને આઇ લવ યુના મેસેજ ખૂબ કોમન થઇ ગયા છે.

ઇન્ટરનેટ યુઝર્સ નેટ ચાલુ કરે ત્યારે લેટર ઓપન થાય છે. જેમાં માત્ર 'લવ લેટર ફોર યુ' એટલું જ યુઝર્સને વાંચવા મળે છે અને ત્યારબાદ આ વાયરસ ઉપયોગકર્તાના કોમ્પ્યુટરમાંથી અગત્યની ફાઇલો જોતજોતામાં નષ્ટ કરી નાંખે ચે.

કે પછી ફાઇલોને સંતાડતા ડોક્યુમેન્ટનો ડેટા જ આ વાઇરસ દ્વારા બદલાઇ જ્યાં હોવાથી અંદાજિત એક કરોડ જેટલા કોમ્પ્યુટરો વાયરસગ્રસ્ત થયા હોવાનું સાઇબર નિષ્ણાત મયૂર ભૂસાવળકરે જણાવ્યું હતું.

Post Comments