Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ચાલવામાં અશક્ત દર્દીઓને સ્ટ્રેચર વગર ઊંચકીને લઇ જવા પડયા

-કોન્ટ્રાક્ટરે દિવાળી બોનસ નહી આપતા કર્મચારીઓએ કામગીરી બંધ કરી

વડોદરા, તા.12 ઓકટોબર 2017,ગુરૃવાર

એસએસજી અને ગોત્રી હોસ્પિટલમા કોન્ટ્રાક્ટ પરના સફાઇ સેવકો અને અન્ય સહાયકો  દિવાળી બોનસના મામલે હડતાલ પર ઉતરી જતાં બન્ને હોસ્પિટલોમાં ચો તરફ ગંદકી અને અવ્યવસ્થાના દ્રશ્યો જોવા મળી રહ્યા છેં. એક તરફ ૧૦૮ એમ્બ્યુલન્સના કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા હોવાથી ૧૦૮ની સેવા બંધ છે સાથે આ બન્ને સરકારી હોસ્પિટલોના વર્ગ ચારના કર્મચારીઓ પણ હડતાલ પર ઉતરી જતા ગરીબ દર્દીઓ માટે તો પડયા પર પાટુ જેવી સ્થિતિ સર્જાઇ છે.

ચાલવામાં અશક્ત દર્દીઓને આજે એક વોર્ડથી બીજા વોર્ડમાં જવા માટે અથવા તો કોઇ રિપોર્ટ કે એક્સ રે માટે જવાની  ભારે મુશ્કેલી પડી હતી. એમ્બ્યુલન્સમાંથી ઉતરીને તાત્કાલિક સારવાર વિભાગમાં ડોક્ટર સુધી પહોંચવામાં પણ આવા દર્દીઓને મુશ્કેલી વેઠવી પડી હતી.

સયાજીપુરા પાસે થ્રીવ્હીલ ટેમ્પો પલ્ટી ખાવાના બનાવમાં ડ્રાઇવર રાકેશ સરયુપ્રસાદ સરોજ (ઉ.૪૫) અને તેનો ભાઇ રામલાલ (ઉ.૩૫)ને ગંભીર ઇજાઓ થતા આ બન્નેને એસએસજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. તાત્કાલિક સારવાર વિભાગમાં ડોક્ટરે તપાસ કર્યા બાદ બન્નેના એક્સ રે કઢાવા માટેની સૂચના આપી હતી. બન્નેની હાલત ચાલી શકાય તેવી નહતી એટલે સંબંધીઓ સ્ટ્રેચર શોધવા નીકળ્યા  પરંતુ હોસ્પિટલમાં ક્યાંય સ્ટ્રેચર મળ્યુ નહી. તેઓએ પૂછપરછ કરી તો જવાબ મળ્યો કે વર્ગ ચારના કર્મચારીઓ હડતાલ પર છે એટલે સ્ટ્રેચર ક્યા મુકીને જતા રહ્યા છે તેનો કોઇ પતો નથી.

બીજા એક કેસમાં ૫૫ વર્ષના આધેડને અકસ્માતમાં ઇજાઓ થતા તેને એસએસજીમાં લાવવામાં આવ્યા હતા. ૧૦૮ની હડતાલ હતી એટલે ખાનગી વાહનમાં તેમને લાવવામાં તો આવ્યા પણ તાત્કાલિક સારવાર વિભાગના દરવાજાથી ડોક્ટર સુધી પહોંચવા સ્ટ્રેચર નહી મળતા બે જણ તેને ઉચકીને લઇ ગયા હતા.

Post Comments