Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

જાપાનની એજન્સીની હાજરી વચ્ચે યોજાતી 'બુલેટ ટ્રેન'ની સુનાવણીમાં 'પર્યાવરણ મંત્રાલય'ની જ બાદબાકી

- સરકારની આ 'બુલેટ' રસ્તામાં આવતા 'સંરક્ષિત જંગલો', 80000 વૃક્ષો, 'મેંગુ્રવ્સ', ખેતીની ફળદ્રુપ જમીન

(પ્રતિનિધિ દ્વારા) વડોદરા,તા.૯ જુલાઇ 2018,સોમવાર

અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેનમાં જમીન સંપાદન કાર્યવાહી દરમિયાન પર્યાવરણીય સુનવણીમાં ભારત સરકારના પર્યાવરણ મંત્રાલયની જ બાદબાકી કરી નંખાઈ હોવાના કારણે નવો વિવાદ ઊભો થયો છે.

વડોદરાના પર્યાવરણવાદી કાર્યકર્તા રોહિત પ્રજાપતિએ સરકારને સીધો સવાલ કર્યો છે કે પર્યાવરણ સંબંધીત સુનવણીમાં પર્યાવરણ મંત્રાલયની બાદબાકી જ્યારે જાપાનની એજન્સીની  હાજરીનો મતલબ શું સમજવો ?

રોહિત પ્રજાપતિએ કહ્યું હતું કે 'અમે ભારતના વિકાસને  લગતા તમામ નિર્ણયોનું સ્વાગત કરીએ છીએ માટે મુંબઇ અમદાવાદ વચ્ચેની 'ટ્રેન' સામે નહી પરંતુ તેની 'બુલેટ' સામે અમને સખ્ત વાંધો છે અને એ એટલા માટે કે આ 'બુલેટ' (સરકારી તાકાતની બંધુકમાંથી  નીકળેલી જોહૂકમીની ગોળી) 'બુલેટ ટ્રેન'ના રસ્તામાં આવતા 'સંરક્ષીત જંગલો', 'મેગુ્રવ્સ' (સમુદ્ર કિનારાની વનસ્પતિ), સેંકડો એકર ફળદ્રુપ ખેતી, બાયોડાયવર્સિટી, તળાવો, ગ્રામ્ય વિસ્તારોની પ્રજાનું સ્થળાંતર જેવા અનેક પાસાઓને ગંભીર રીતે અસર કરશે'

તેમણે ઉમેર્યુ હતું કે 'આ બાબતો સીધી રીતે પર્યાવરણ સાથે સંકળાયેલી છે. છતા પણ જમીન સંપાદન વખતે,પર્યાવરણીય અસરની સુનવણી વખતે મુંબઇ અમદાવાદ હાઇ સ્પીડ ટ્રેન (એમએએસએસઆર) અને જાપાન ઇન્ટરનેશનલ કોર્પોરેશન એજન્સી (જેઆઇસીએ)ના અધિકારીઓ આ સુનવણી કરી રહ્યા છે જેમને પર્યાવરણ બાબતે એબીસીડી પણ નથી આવડતી.

તેમાં પણ મોટુ આશ્ચર્ય એ છે કે સ્થાનિક સુનવણીમાં જાપાનની એજન્સીને કેમ સામેલ કરવામાં આવી છે અને મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ, ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેંજની સંપૂર્ણ બાદબાકી કરી દેવાઇ છે. આ સુનવણીમાં એન્વાયર્મેન્ટ લો ઓફ લેન્ડનું પણ પાલન થતુ નથી'.

Post Comments