Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ક્વોરીઓ બંધ થઇ જવાથી રોડ સહિત વિકાસના કામો બંધ થયા

-પર્યાવરણ સર્ટિફિકેટ રજૂ નહી કરાતા

-રેતીની ૬૦ લીઝો પણ બંધ થઇ જતા બાંધકામ ઉદ્યોગને પણ અસર

વડોદરા,તા.૧૬ મે 2018, બુધવાર

વડોદરા સહિત મધ્ય ગુજરાતના છ જિલ્લાઓમાં બ્લેક ટ્રેપ માટે ક્વોરીઓ દ્વારા ઇસી પ્રમાણપત્ર નહી લેવાતા ક્વોરીઓમાં ઉત્પાદન બંધ થઇ જતા સરકારના રોડના કામકાજો ઠપ્પ થઇ ગયા છે. આ સાથેજ છેલ્લા પાંચ દિવસથી ક્વોરીઓ તેમજ રેતીની લીઝો બંધ થઇ જતા  હજારોની સંખ્યામાં શ્રમજીવીઓ પોતાની રોજીરોટી પણ ગુમાવી રહ્યા છે અને મોટી સંખ્યામાં ટ્રકો તેમજ ડમ્પરોના પૈડા પણ થંભી ગયા છે.

પ્રાપ્ત માહિતિ મુજબ ખાણખનીજખાતાની  કચેરી દ્વારા થોડા સમય પહેલા પર્યાવરણીય પ્રમાણપત્ર નહી મેળવવા તેમજ માઇનીંગ મેપ રજુ નહી કરાતા રેતીની લીઝો તેમજ બ્લેક ટ્રેપનુ ખનન બંધ કરી દેવાયુ છે.  છેલ્લા  પાંચ દિવસથી વડોદરા જિલ્લાના સાવલી તેમજ ડેસર તાલુકામાં આવેલી ૫૦ જેટલી ક્વોરીઓમાં કામકાજ બંધ થઇ ગયુ છે. આ ઉપરાંત રેતીની પણ ૬૦ લીઝો બંધ કરાવી દેતા બાંધકામ ઉદ્યોગ તેમજ સરકારના વિકાસના કામોને ગંભીર અસર થઇ છે.


દરમિયાન રેતીની લીઝો અને  ક્વોરીઓ બંધ થઇ જતા રોડ બનાવવાના કામો પણ ઠપ્પ થઇ ગયા છે. ટુંકમાં વિકાસના કામને પણ મોટી અસર પડી રહી છે. દરમિયાન મધ્ય ગુજરાત ક્વોરી ઓનર્સના હોદ્દેદારો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપ્યુ હતું. સાવલી તેમજ ડેસર પંથકના માર્ગો કપચી લઇને જતા ડમ્પરોથી ધમધમતા હતા પરંતુ છેલ્લા પાંચ દિવસથી ચાલતી હડતાળના કારણે આ માર્ગો પણ સુમસામ થઇ ગયા છે.


ઉલ્લેખનીય છે કે પર્યાવરણીય પ્રમાણપત્ર રજૂ કરવા માટે લાંબી પ્રક્રિયાનો ભોગ લોકોને બનવુ પડતુ હોય છે. સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ ઇસી એટલેકે એન્વાર્યમેન્ટ સર્ટિફિકેટ આપવા માટે સરકારના વિવિધ વિભાગોની એક કમિટિ બનાવવામાં આવી છે અને આ કમિટિ તેના નિર્ધારીત સમયે મળે ત્યારે વિવિધ ડોક્યુમેન્ટના આધારે ઇસી પ્રમાણપત્ર ઇસ્યુ થતુ હોય છે પરંતુ વિવિધ વિભાગોના અધિકારીઓ એક જુથ થતા નથી અને મીટીંગ મળતી નહી હોવાથી ઇસી ઇસ્યુ થતા નથી તેવી ફરિયાદો પણ ઉઠી છે.

Post Comments