Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

છઠ્ઠા ધોરણમાં ભણતા બાળકને અન્ય બાળકે મર્ડર કરવાની ધમકી આપી

-વીઆઈપી રોડ પરની સ્કૂલની ઘટના

-બાળકે ઘરે જઈને જાણ કરતા ચોંકી ઉઠેલા માતા પિતા સ્કૂલે દોડી ગયા

વડોદરા,તા.11 જુલાઇ 2018,બુધવાર

શહેરના વીઆઈપી રોડ પરની અંબે   સ્કૂલમાં ધો.૬માં અભ્યાસ કરતા એક બાળકને તેના જ ક્લાસના એક બાળકે મર્ડર કરવાની ધમકી આપતા આ બાળકના માતા પિતા ચોંકી ઉઠયા હતા. બાળકને ક્લાસમાં વાતચીત દરમિયાન તેની સાથે જ બેસતા અન્ય એક બાળકે ધમકી આપી હતી કે મેં તેરા મર્ડર કર દુંગા.ગભરાઈ ગયેલા બાળકે ઘરે જઈને તેના માતા પિતાને આ વાતની જાણ કરી હતી.


 બરાનપુરા વિસ્તારની ભારતી સ્કૂલમાં ધો.૯ના વિદ્યાર્થીની સ્કૂલમાં જ ભણતા સગીરે હત્યા કરી હોવાની ઘટના તાજી જ છે ત્યારે આ વાત સાંભળ્યા બાદ ચોંકી ઉઠેલા તેના માતા પિતાએ મંગળવારે સ્કૂલ સંચાલકો સાથે ટેલિફોન પર વાત કરી હતી.એ પછી બાળકના માતા પિતા અને પરિવારજનો આજે શાળાના આચાર્યને મળવા માટે ગયા હતા.


બાળકના પિતાનુ કહેવુ હતુ કે છઠ્ઠા ધોરણમાં ભણતો વિદ્યાર્થી આ રીતે ધમકી આપે તે ચોકાવનારી વાત કહેવાય.મેં ધમકી આપનાર બાળકના વાલીનુ પણ ધ્યાન દોર્યુ હતુ.એ પછી સ્કૂલમાં આચાર્યને મળ્યો હતો.જોકે સ્કૂલના આચાર્યે અમને ધમકી આપનાર વિદ્યાર્થીનુ કાઉન્સિંગ કરવામાં આવશે તેવી ખાત્રી આપી છે.

Post Comments