Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઉદ્યોગપતિ અમિત ભટનાગરની કંપની ડાયમંડ પાવર એન્ડ ઈન્ફ્રાની આજે બોર્ડ મીટિંગ

-૨૦ કરોડ રૃપિયાના ચેક રીટર્ન થતા સીકોમ દ્વારા અમિત ભટનાગરની કંપનીને નોટિસ પણ અપાઈ હતી

વડોદરા, તા.13 ફેબ્રુઆરી 2018,મંગળવાર

રાજ્યના ઉર્જામંત્રી સૌરભ પટેલના નજીકના ગણાતા વડોદરાના ઉદ્યોગપતિ અમિત  ભટનાગરની કંપની ડાયમંડ પાવર એન્ડ ઈન્ફ્રાસ્ટ્રકચરની આવતીકાલે,બુધવારે બોર્ડ મીટિંગ મળનારી છે.જેમાં કંપનીની નાણાકીય સ્થિતિનો મુદ્દો મહત્વનો રહેશે.

ઉલ્લેખનીય છે કે અમિત ભટનાગરે અટલાદરામાં બાંધેલા નોર્થ વે આર્ટેરિયમના બે માળ  મંબઈની ફાઈનાન્સ કંપની સીકોમે(સ્ટેટ ઈન્ડસ્ટ્રિયલ કોર્પોરેશન ઓફ મહારાષ્ટ્ર)કબજે લીધા છે.આ બે ફ્લોર ગીરવે મુકીને અમિત ભટનાગરે તેમની કંપની ડાયમંડ પાવર માટે ૪૦ કરોડની લોન લીધી છે.

સી કોમ કંપનીનો દાવો છે કે અમિત ભટનાગરે  લોનની બાકી પડતી ૩૩ કરોડની રકમ ભરપાઈ કરી નથી અને તેના કારણે આ પ્રોપર્ટીનુ પઝેશન લેવામાં આવ્યુ છે.

એવુ મનાય છે કે અમિત ભટનાગરની કંપની છેલ્લા ૩ વર્ષથી ખોટ કરી રહી છે ત્યારે આ વિવાદ વચ્ચે ડાયમંડ પાવરની બોર્ડ મીટિંગમાં કંપનીના છેલ્લા ૩ મહિનાની નાણાકીય સ્થિતિ અંગે ચર્ચા થશે અને વધારે વિગતો બહાર આવશે.

ઉલ્લેખનીય છે કે સીકોમ દ્વારા બાકી રકમ અંગે ૨૦૧૬માં નોટિસ આપવામાં આવી હતી.જેની સામે ડાયમંડ પાવરે ડીઆરટીમાં અરજી કરી હતી.

તેના જવાબમાં સીકોમ એપેલેટ ટ્રિબન્યુલનમાં ગઈ હતી.સીકોમને અપાયેલા ૨૦ કરોડ રૃપિયાના ચેક પણ રીટર્ન થતા આ બાબતે પણ કંપની દ્વારા અમિત ભટનાગરની કંપનીને નોટિસ આપવામાં આવી હતી.

માત્ર સીકોમ નહી પણ આ બિલ્ડિંગનો ૨.૪૪ લાખનો કોર્પોરેશનનો વેરો પણ ભરાયો નથી.જેના પગલે કોર્પોરેશને પણ બિલ્ડિંગને ૮ જાન્યુઆરીએ સીલ મારવાની કાર્યવાહી કરી હતી.જોકે કોર્પોરેશને બિલ્ડિંગમાં લગાડેલી નોટિસ પણ કોઈએ ફાંડી નાંખી છે.

Post Comments