Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સ્ટેટ બેંક ઓફ પટિયાલાના પૂર્વ મેનેજર અને લોન મેનેજરની ધરપકડ

-ખોટા દસ્તાવેજોના આધારે લોન આપવાના કૌભાંડમાં સામેલગીરી હતી

વડોદરા,તા.૧૬ મે 2018, બુધવાર

સ્ટેટ બેંક ઓફ પટિયાલામાંથી ખોટા વેલ્યૂએશન રિપોર્ટ તથા આવકના ખોટા દાખલા રજૂ કરી લોન આપવાના કૌંભાડમાં સામેલ બેંક મેનેજર અને લોન મેનેજરને સયાજીગંજ પોલીસે એરેસ્ટ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

આ અંગેની વિગત ેવી છે કે મિલકત વેલ્યૂએશનનો ખોટો રિપોર્ટ બનાવી તથા આવકનો ખોટો દાખલો રજૂૂ કરીને સ્ટેટ બેંક ઓફ પટિયાલામાંથી લોન લઈ રૃપિયા ૫૯.૭૦ લાખ ભરપાઈ કર્યા ન હતા.

જે અંગે સયાજીગંજ પોલીસ મથકમાં બેંકના ચીફ મેનેજર પી.એમ.મકવાણાએ નારણ કલનભાઈ રાઠવા (રહે. પરિવાર સોસાયટી, વાઘોડીયા રોડ) ૨.  મોહન માનજીભાઈ રાઠોડ (રહે. કંચનલાલ ભઠ્ઠા ઈએસઆઈ હોસ્પિટલ સામે ગોત્રીરોડ) ૩. કમલેશ યોગેશભાઈ પંડયા (રહે. સમર્પણ પાર્ક, બાપોદ જકાતનાકા પાસે, વાઘોડિયા રોડ) (૪) નિમેષ મુકેશભાઈ સોની (રહે. યોગીનગર ટાઉનશીપ છાણીરોડ) ૫. બેંક મેનેજર  અમનસીંગ મોહન્દરસીંગ (રહે. મોહાલી પંજાબ) ૬. લોન ઓફિસર દર્સનાબેન  ગાવીત ( રહે. જલારામધામ ટેનામેન્ટ સમતા સુભાનપુરા) અને ૭. મૃણાલિની ચિરાગભાઈ શાહ (રહે. આધાર સોસાયટી, વાઘોડિયા રોડ) સામે ફરિયાદ નોંધાવી હતી.


બેંક મેનેજર અમનસીંગ અને લોન મેનેજર દર્શનાબેન ગાવીત આગોતરા જામીન સાથે હાજર થતા સયાજીગંજ પોલીસે તેમને એરેસ્ટ કરી જામીન પર મુક્ત કર્યા હતા. બંને આરોપીઓના રિમાન્ડ મેળવવા માટે પોલીસે તજવીજ હાથ ધરી છે.

Post Comments