Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આત્મહત્યા કરનારા ખેડૂતોના બાળકોને ભણાવવા સોફ્ટવેર એન્જિનિયરની નોકરી છોડી દીધા

સ્નેહવનના સ્થાપક અશોક દેશમાને ખેડૂતોના બાળકો સાથે વડોદરાની મુલાકાતે

 

વડોદરા,તા.14.નવેમ્બર,મંગળવાર

મહારાષ્ટ્રમાં ખેડૂતોની આત્મહત્યાના સળગતા મુદ્દા પર રાજકીય પક્ષો રાજકારણ રમ્યા કરતા હોય છે પણ આ ખેડૂતોના પરિવારોની પડખે ઉભા રહેનારા બહુ ઓછા છે.આવા મુઠ્ઠીભર લોકોમાં સોફ્ટવેર એન્જિનિયર અશોક દેશમાનેનો પણ સમાવેશ થાય છે.અશોક દેશમાનેએ આત્મહત્યા કરનારા ખેડૂતોના બાળકોને સારૃ શિક્ષણ મળે તે માટે પોતાની નોકરી છોડી દીધી છે અને સ્નેહવન નામની એક સંસ્થા સ્થાપી છે.
અશોક દેશમાને આવા ખેડૂતોના બાળકો સાથે બે દિવસ માટે વડોદરાની મુલાકાતે આવ્યા છે.તેમની સંસ્થાને મદદ કરવાના આશયથી વડોદરાની સંસ્થા ફ્રેન્ડઝ ઓફ ઈઝરાએલ દ્વારા  ૧૫ નવેમ્બરે જાણીતા મરાઠી નાટક ખિડકીનુ આયોજન કરવામાં આવ્યુ છે.
અશોક દેશમાને કહે છે કે હું પણ કિસાન પરિવારમાંથી આવુ છું.ગામડામાં ગરીબી વચ્ચે ભણીને મેં સોફ્ટવેર એન્જિનિયર તરીકે નોકરી મેળવી હતી.૨૦૧૫ની દિવાળીમાં હું મારા ગામડે ગયો હતો ત્યારે ગામના જ એક ખેડૂતે કરેલા આપઘાતથી હું હચમચી ઉઠયો હતો.માત્ર પોતાના માટે જ નથી જીવવું તેવુ મે વિચારીને ખેડૂત પરિવારો માટે કંઈક કરવાનુ નક્કી કર્યુ હતુ.
તેઓ કહે છે કે ખેડૂતોને આ પ્રકારની સ્થિતિમાંથી બહાર કાઢવા માટેનુ શ્રેષ્ઠ માધ્યમ  શિક્ષણ જ છે.મેં આત્મહત્યા કરનાર ખેડૂતોના બાળકોને ભણાવવાનુ શરૃ કર્યુ હતુ.હાલમાં મેં ખેડૂતોના ૨૫ બાળકોના  ઉછેરથી માંડીને ભણાવવાની જવાબદારી ઉપાડી છે.મારા મિત્રે પૂણે પાસેનુ તેનુ મકાન બાળકોને રાખવા માટે આપ્યુ છે.જેને મેં સ્નેહવન નામ આપ્યુ છે.આ મકાનમાં હું ,મારી પત્ની,મારા માતા-પિતા બાળકો સાથે રહીએ છે.આ બાળકોને ભણાવવાનો ખર્ચ પણ હું આપું છું.તેઓ જ્યાં સુધી પગભર નહી થાય ત્યાં સુધી તેમની સંભાળ રાખવાનુ મેં નક્કી કર્યુ છે.

Post Comments