Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ગોધરા-વડોદરા હાઇવે પર ટ્રકે ગાયના ધણને અડફેટે લેતા 6 ગાયોના મોત

- અકસ્માત સર્જીને ડ્રાઇવર ટ્રક છોડી ફરાર થઇ ગયો

(પ્રતિનિધિ  દ્વારા)ગોધરા, તા. 13 ઓક્ટોબર 2017, શુક્રવાર

ગોધરા-વડોદરા હાઇવે પર વેજલપુર બગાયત કેન્દ્ર પાસે એક પુરઝડપે ડુંગળીભરીને જતાં ટ્રકે ગાયના ધણ પર ટ્રક ચડાવી દેતા 6 ગાયોના મોત જ્યારે એક ગાયને ઇજા પહોંચી હતી. ટ્રકનો પીછો કરતા ટ્રક ઝડપાયો હતો પરંતુ ટ્રક ચાલક નાસી છુટ્યો હતો.

પ્રાપ્ત વિગત અનુસાર ગોધરા-વડોદરા હાઇવે પર ભરવાડોના ગાયોના ધણ પર કલોલથી ગોધરા તરફ પુરઝડપે જતા ટ્રકે હાઇવે પર જતી ગાયોને અડફેટમાં લઇ લેતા સાત-સાત ગાયો પર કાળમુખી તોતિંગ ટાયરો ફરી વળતાં ઘટનાસ્થળે 6 જેટલા વાછરડાનાં મોત નીપજી ગયા હતા. જ્યાર અડફેટે ફેંકાય ગયેલ વાછરડાંને ભારે ઇજા પહોંચી હતી. નજર સમક્ષ દ્રશ્ય જોનારા લોકોમાં અરેરાટી વ્યાપી હતી.

નજરે જોનારા લોકોનું કહેવું હતું કે, અકસ્માત સર્જીને ટ્રક ચાલક વેજલપુરથી આગળ આવેલ એક હોટલમાં ટ્રક છોડી ફરાર થઇ ગયો હતો.

આ ગાયો વેજલપુર નવોદય શાળા કંપાઉન્ડ પાછળ વસવાટ કરતા ભરવાડોની હોવાનું જાણવા મળ્યું છે. સમગ્ર ઘટનાને પગલે L&T હાઇવે સિક્યુરીટી અને વેજલપુર પોલીસે આગળની વિધિ હાથ ધરી બચાવ કામગીરીની ભાગરૂપે રોડને ટ્રાફિક મુક્ત કર્યો હતો.
(તસ્વીર: અર્જૂનસિંહ ઠાકોર)


લેટેસ્ટ સમચારોની અપડેટ માટે અમરા ફેસબુક પેજને લાઇક કરો તથા ટ્વિટર પર ફોલો કરો

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

Post Comments