Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

શેરખી ગામનો ૭૫% વિસ્તાર ડેવલોપમેન્ટથી વંચિત રહી ગયો

(પ્રતિનિધિદ્વારા) વડોદરા,મંગળવાર
વડોદરાના પશ્ચિમ વિસ્તારનો વિકાસ ખુબ ઝડપથી થઇ રહ્યો છે જેના કારણે આ વિસ્તારના ગામો પણ શહેરની સાથે હવે જોડાઇ ગયા છે પરંતુ શેરખી ગામની જમીનનો વિકાસ દેશ આઝાદ થયો ત્યારથી અટકી ગયો છે. રેવન્યુ રેકર્ડમાં ૮૦૧ અને ૮૦૨ નંબરની એન્ટ્રીના કારણે આ ગામની પોણા ભાગના વિસ્તારની જમીન વેચાણ થઇ શકતી નથી અને જો વેચાણ થાય તો જમીન એનએ થતી નથી.
ખેડૂતો જમીન વેચી શકતા નથી અને સસ્તા ભાવે વેચાય તો એન્ટ્રી ટ્રાન્સફર ના થાય અને જમીન એનએ પણ થતી નથી
ઉલ્લેખનીય છે કે વર્ષ ૧૯૫૨-૫૩ પહેલા શેરખી ગામની જમીનના માલિક તરીકે ઠાકોર હતાં અને તેઓ મહેસુલ ઉઘરાવતા હતા એટલેકે તેઓ વરિષ્ઠધારક હતાં. રેવન્યુ રેકર્ડમાં ખેડૂતોના અલગ અલગ નામો હતા જેઓ ખેતી કરતા હતા અને રેવન્યુ ઉઘરાવતા હતા તેઓ કનિષ્ઠધારક તરીકે ઓળખાતા હતાં. આઝાદી પછી ૧૯૫૨-૫૩માં એબોલિેશન એક્ટ પ્રમાણે જેઓ કનિષ્ઠધારક હતા તેમના નામ સાત-બારમાં આવ્યા અને તેમણે સરકારને રેવન્યુ ભરવાનું શરૃ કર્યું અને જમીનના માલિક પણ તેઓ બન્યા હતાં.
જો કે આઝાદીના ૭૦ વર્ષ બાદ કલેક્ટર કચેરીના વિવિધ વિભાગો દ્વારા શેરખી ગામની જમીનો નવી શરતની ગણવામાં આવે છે.
શેરખી ગામની આ જમીનો વેચાણ થતી નથી અને જો વેચાણ થાય તો રેવન્યુ રેકર્ડમાં નામ ટ્રાન્સફર થતુ નથી  અને તેના કારણે ખુબજ વિકાસ પામેલા ખાનપુર, સેવાસીને અડીને આવેલા શેરખી ગામનો વિકાસ રુંધાઇ ગયો છે. શેરખી ગામની જમીનમાં ૮૦૧ અને ૮૦૨ નંબરની એન્ટ્રીમાં આશરે ૧૨૦૦ જેટલા બ્લોક નંબરો છે અને જમીનનો વિસ્તાર પણ મોટો છે જેના કારણે સ્થાનિક આગેવાનો દ્વારા સરકારને રજૂઆત કરવામાં આવી છે પરંતુ હજી સુધી કોઇ નિર્ણય લેવાયો નથી રાજ્ય સરકારના સ્પષ્ટ પરિપત્રના અભાવે શેરખી ગામના લોકો તેમજ ગામની જમીન ખરીદનારા લોકો હેરાન થઇ રહ્યા છે.
 

Post Comments