Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મધ્ય પ્રદેશથી ૧૪ લાખના શસ્ત્રો ખરીદી સૌરાષ્ટ્રના ચાર યુવાનો કારમાં આવતાં કવાંટથી ઝડપાયા

-છ રીવોલ્વર, ૪૨ કારતુસ ઝડપાયા

નસવાડી, તા.12 જાન્યુઆરી 2018,શુક્રવાર

છોટાઉદેપુર જિલ્લા કવાંટ ખાતે વડોદરા આર.આર.સેલ સફેદ કલરની હુન્ડાઈ કાર માંથી ચાર ઈસમોને ઝડપી પાડી તેમાં તપાસ કરતા છ પીસ્તોલ બેતાલિસ કારતુસ ચાર મોબાઈલ બાર હજાર રૃપિયા રોકડા મળી કુલ તેર લાખ ઈકોતેર હજાર મુદ્દામાલ જપ્ત કરીને કવાંટ પોલીસને સોપયો છે.

આ તમામ રહેવાસી સૌરાષ્ટ્રના રણછોડગઢ તા.હળવદ જી.મોરબીના રહેવાસી છે. પોલીસે તેોની ધરપકડ કરી જેલનાં સળીયા પાછળ ધકેલી દીધા છે. કાયદાકીય કાર્યવાહી ચાલુ છે.

મોરબી જિલ્લાના હળવદ તાલુકાનાં રણછોડગઢના ચાર યુવાનો મધ્ય પ્રદેસમાં રિવોલ્વર ખરીદવા માટે ગયા હોવાની બાતમી વડોદરા આર.આર.સેલને મળી હતી.

તેના પગલે વડોદરા આર.આર.સેલ બાતમીના આધારે કવાંટ તાલુકાનાં સૈડીવાસણ ગામે મધ્ય પ્રદેશની હદના આવેલ રસ્તા ઉપર વોચ રાખીને બેઠી હતી. તે વખતે મધ્ય પ્રદેશ તરફથી એક હુન્ડાઈ કાર આવતી હતી. તેનો પીછો કરી કવાંટનાં સૈડીવાસણા ચોકડી પાસે કારને રોકી તલાસી લેતા કારમાં ચાર વ્યક્તિઓ સવાર હતા.

જેમાં અમરસીંગ સોમાભાઈ ઉ.વ.૩૩ રહે. રણછોડગઢ તા.હળવદ જી.મોરબી વિક્રમ ઉર્ફે લમ્લુ મુળજી ફીસડીયા ઉ.વ.૩૨ રે.રણછોડગઢ ધર્મેન્દ્ર નરસિંહ સારલા ઉ.વ.૨૮ મહેશ કોપીનીયા ઉ.વ.૨૩ તમા રહે. રણછોડગઢ તા.હળવદ જી.મોરબીનાને પોલીસે ઝડપીને તલાસી લેતા તેઓ પાસેથી બેતાલીસ નંગ કારતુસ છ પીસ્તોલ ચાર મોબાઈલ બહાર હજાર રૃપિયા રોકડા તેમજ હુન્ડાઈ કાર મલી કુલ તેર લાખ ઈકોતેર હજાર બસોનો મુદ્દામાલ પોલીસે ઝડપી પાડયો હતો.

તમામ આરોપીઓને કવાંટ પોલીસ સ્ટેસન લઇ જઈ તેઓની પૂછપરછ કરતા તેઓના જણાવ્યા મુજબ મધ્યપ્રદેસના અલીરાજપુર કાતે બે સરદારજી પાસેથી ચાર રીવોલ્વર અને છત્રીસ છત્રીસ કારતુસ તેમજ બે રિવોલ્વર અને છ કારતુસ સૈડીવાસણના જામળીયા ફળિયા ખાતેથી લીધા હતા.

અને સૈડી વાસણના એક અજાણ્યા વ્યક્તિ પાસેથી હથિયારો લીધા તેમજ મધ્યપ્રદેશના બે સરદારજી ઓ પાસેથી હથિયારો લઈ ગુજરાતમાં પ્રવેશ્યા હતા. અને હળવદ જવા માટે કવાંટના ટુંકા માર્ગોથી પસાર થતા હતા. તે વખતે વડોદરા આર.આર.સેલ વડોદરા રેંજ આઈ.જી.ની પોલીસે ઝડપી પાડયા હતા.

આ ચારેય આરોપી આટલી મોટી માત્રામાં હથિયારો લઈ ગુજરાતમાં પ્રવેશતા પોલીસ પણ ચોકી હતી. જ્યારે જે રિવોલ્વરો પકડાઈ છે. તે આધુનિક અને નવી બનાવટની છે. અને રિવોલ્વરમાં કારતુસ પણ લોડેડ હતા. જેનાથી ગમે ત્યં હુમલો કરવો હોય તેવી તેઓની સંપૂર્ણ તૈયારી હતી. જ્યારે આ હથિયારો કોઈની હત્યા કરવા માટે કે પછી ભાંગભોડ પ્રવૃત્તિ કરવા માટે ખરીદી હોવાનું પોલીસને પ્રાથમિક તપાસ જાણવા મળ્યુછે.

સૌરાષ્ટ્રમાં આ હતિયારો લઈ જઈને ગુનાહિત પ્રવૃત્તિને અંજામ આપવા માટેની તૈયારીઓ આ યુવાનો કરતા હતા કે નહી તેની પણ તપાસ પોલીસે શરૃ કરી છે. વડોદરા રેન્જના આઈ.જી.ના આર.આર.સેલ કવાંટ તાલુકામાં આવીને હથિયારો ઝડપે છે. છોટાઉદેપુર પોલીસ ઉપર વડોદરા રેંજ આઈજીનો ભરોસો નથી જેવું ફલિત થાય છે. અને કવાંટ પોલીસ ઉંઘતી ઝડપાઈ છે.

Post Comments