Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ગોત્રી હોસ્પિટલમાં નર્સો માટે ઓન ડયુટી મોબાઇલના ઉપયોગ પર પ્રતિબંધ

-તાજેતરમાં બનેલા બે કિસ્સાઓમાં નર્સો ફરજ દરમિયાન મોબાઇલ પર ગેમ રમતી હોવાની ફરિયાદો થઇ હતી

વડોદરા, તા.12 ઓકટોબર 2017,ગુરૃવાર

ગોત્રી સરકારી હોસ્પિટલમાં ચાર દિવસ પહેલા યુવાન દર્દીના મોત બાદ તેની લાશ સંબંધીઓની જાણ બહાર હોસ્પિટલની બહાર મુકી દેવાના મામલે હોબાળો થયા બાદ તપાસ સમિતિની રચના કરવામાં આવી છે. આ મામલામાં નર્સની બેદરકારી પણ બહાર આવી હતી એટલે હોસ્પિટલ મેનેજમેન્ટે નર્સોને ઓન ડયૂટી મોબાઇલના ઉપયોગ પર મનાઇ ફરમાવી દીધી છે.

ન્યુમોનિયા અને કમળાની બીમારીથી પીડાતા યુવકનું ગોત્રી હોસ્પિટલમાં મોત થયુ હતું અને તેની લાશને મૃતકના સંબંધીઓને જાણ કર્યા વગર હોસ્પિટલની બહાર મુકી દીધી હતી આ કિસ્સામાં મૃતક યુવકની સારવાર ચાલતી હતી ત્યારે ફરજ પરની નર્સો દ્વારા દર્દીની સેવાના બદલે મોબાઇલમાં ગેમ રમ્યા કરતી હોવાના આક્ષેપો થયા હતા અને દર્દીઓ તથા સગા સંબંધીઓ સાથે ઉદ્ધત વર્તનની ફરિયાદો થઇ હતી. આ કિસ્સા બાદ અન્ય એક મહિલા દર્દી સાથે પણ નર્સોએ ઉધ્ધત વર્તન કર્યુ હોવાની ફરિયાદ પણ સામે આવી હતી.

ગોત્રી હોસ્પિટલના આરએમઓ ડો.વિજય મોદીએ કહ્યુ હતું કે નર્સો સામે આવતી ફરિયાદો સંબંધે અમે તપાસ કરી છે. ધ્યાનમાં એવુ આવ્યુ છે કે માત્ર બે ત્રણ નર્સો જ આ પ્રકારની બેદરકારી કરતી હતી તેમ છતા અમે ડયુટી અવર્સ દરમિયાન મોબાઇલના ઉપયોગ પર પ્રતિબંધ મુકી દીધો છે. નર્સો જ્યારે ડયુટી પર આવે ત્યારે મોબાઇલ ડ્રોઅરમાં મુકી દેવાનો રહેશે. ડયુટી પુરી થયા બાદ જ તેમને મોબાઇલ પરત મળશે.

Post Comments